Maharashtra

અભિનેત્રી અંકિતા લોખંડે અને વિક્કી જૈન લગ્નના તાંતણે બંધાયા

મુંબઈ
લગ્નમાં અંકિતાએ પણ ગ્રાન્ડ એન્ટ્રી કરી હતી. અંકિતા જ્યારે મંડપમાં પહોંચી ત્યારે બધાની નજર તેના પર ટકેલી હતી. આ તસવીરો શેર કરતા અંકિતાએ લખ્યું કે, “પ્રેમ ધીરજ છે પરંતુ આપણે સરપ્રાઈઝ નથી. અમે હવે સત્તાવાર રીતે મિસ્ટર અને મિસિસ જૈન છીએ.અંકિતા લોખંડે અને વિક્કી જૈન હવે પતિ-પત્ની બની ગયા છે. બંનેએ મુંબઈમાં પરિવાર અને નજીકના મિત્રો વચ્ચે લગ્ન કર્યા હતા. બંનેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી છે. બંનેની જાેડી ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. અંકિતા લોખંડે અને વિક્કી જૈન મંગળવારે લગ્નના બંધનમાં બંધાયા હતા. લાંબા સંબંધો બાદ હવે બંને પતિ-પત્ની બની ગયા છે. અંકિતાએ લગ્નમાં ગોલ્ડન હેવી લહેંગા પહેર્યો હતો. જ્યારે વિક્કીએ વ્હાઈટ અને ગોલ્ડન કલરની શેરવાની પહેરી હતી. બંને એકસાથે પરફેક્ટ લાગતા હતા. અંકિતા અને વિક્કીના ચહેરા પર લગ્નની ખુશી સ્પષ્ટ જાેઈ શકશો.

Ankita-Lokhande-Vikky-Marrige-File.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *