મુંબઇ
શર્લિને શાહરૃખ ખાનની આઇપીએલની ટીમ કેકેઆર (કોલકાતા નાઇટ રાઇડર્સ)ની એક પાર્ટીને લઇને આ ચોંકાવનારો દાવો કર્યો છે. શર્લિને સોશિયલ મીડિયા પર તેના એક જૂના ઇંટરવ્યુનો વીડિયો શેર કર્યો છે.શર્લિન કહે છે કે ડાન્સ કરતા- કરતા તે જ્યારે થાકી ગઇ અને તેને પરસેવો થવા માંડયો ત્યારે તે અહીંના એક વોશરૃમમાં ગઇ હતી. જેવો મેં દરવાજાે ખોલ્યો કે ત્યાં મે જે દ્રશ્ય જાેયું તેણે મને અચંભિત કરી દીધી હતી. હું વિચારમાં પડી ગઇ કે હું કોઇ ખોટી જગ્યાએ તો આવી ગઇ નથી ને? કારણ કે અહીં સ્ટાર પત્નીઓ અરીસા સામે ઉભી રહીને વાઇટ પાવડરનું સેવન કરી રહી હતી. અચાનક આવું દ્રશ્ય જાેઇને હું સ્તબ્ધ થઇ ગઇ. મેં તેમને સ્માઇલ આપ્યું અને ઇગ્નોર કરી દીધા હતા. મેં જાેયું કે તમામ પોત-પોતાના હિસાબે ‘ચિલ’ કરી રહી હતી. ત્યારબાદ શાહરૃખ સહિત તમામને મળીને હું નિકળી ગઇ જાે કે, ત્યારે મને સમજાયું કે બોલીવુડમાં કયા પ્રકારની પાર્ટીઓ યોજાય છે. શર્લિનનો આ વીડિયો હવે મોટા પ્રમાણમાં વાયરલ થઇ રહ્યો છે. બીજી બાજુ હવે એનસીબીએ અબ્દુલ કામદાર શેખ (ઉં. વ. ૩૦), શ્રેયલી નાયર (ઉં. વ. ૨૩), મનીષ રાજગરિયા (ઉં. વ. ૩૦), એવિન સાહુ (ઉં. વ. ૩૦)ની ધરપકડ કરી છે. નાયર અને શેખ પાસેથી મેક્ડ્રોન અને અન્ય ડ્રગ મળી આવ્યું હતું.બોલીવુડના ‘કિંગખાન’ શાહરૃખનો પુત્ર ડ્રગ્સ પ્રકરણે હાલ એનસીબી (નાર્કોટીક્સ કન્ટ્રોલ બ્યુરો)ની કસ્ટડીમાં છે. આર્યન સામે ડ્રગ્સનું સેવન અને તેના લેણ- દેણનો આરોપ છે. ડ્રગ્સ કેસમાં આર્યનનું નામ બહાર આવ્યા બાદ પણ શાહરૃખ ખાન અને તેના પુત્રને બોલીવુડના સિતારાઓ ખુલીને સપોર્ટ કરી રહ્યા છે. ઘણા અભિનેતાઓએ આર્યન ખાન તરફ સહાનુભૂતિ પણ દાખવી છે. દરમિયાનમાં મુંબઈ નજીક ક્રૂઝશિપમાં યોજાયેલી ડ્રગ્સ પાર્ટીના મામલામાં વધુ ચાર જણની ધરપકડ કરવામાં આવી છે. આમ આ ચકચાર જનક કેસમાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)ના અધિકારીઓએ અત્યાર સુધી ૧૨ આરોપીને પકડયા છે. આ તમામ વાતો વચ્ચે બોલીવુડની અભિનેત્રી શર્લિન ચોપ્રાએ મોટો દાવો કર્યો છે. આ વીડિયોમાં તે શાહરૃખ ખાનની ટીમ કેકેઆરની એક પાર્ટીનો ઉલ્લેખ કરતા નજરે પડે છે. આ વીડિયો તેણે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયો સાથે એક ટિ્વટ કરતા તેણે લખ્યું છે કે શાહરૃખની કેકેઆર વાળી પાર્ટી વિશે મેં ગયા વર્ષે આ ઇન્ટરવ્યુ આપ્યો હતો.