Maharashtra

અમિતાભ બચ્ચનના શોમાં બસંતી અને રમેશ સિપ્પી

મુંબઈ
અમિતાભ બચ્ચનના શો ‘કૌન બનેગા કરોડપતિ ૧૩’માં હવે બસંતી જાેવા મળવાની છે. રમેશ સિપ્પી દ્વારા ડિરેકટ કરવામાં આવેલી ‘શોલે’માં હેમા માલિનીએ બસંતીનું પાત્ર ભજવ્યું હતું અને બિગ બીએ જયનું. અમિતાભ બચ્ચનના આ શોના શાનદાર શુક્રવારના આગામી એપિસોડમાં હેમા માલિની અને રમેશ સિપ્પી જાેવા મળશે. એક રીતે જાેવા જઈએ તો આ ‘શોલે’નું રીયુનિયન કહી શકાય છે. આ શોમાં તેઓ બિહાઇન્ડ ધ સીનનાં ઘણાં સીક્રેટ્‌સ અને અજાણી વાતો કરતાં જાેવા મળશે. તેમ જ હેમા માલિની અને બિગ બી ‘દિલબર મેરે’ને ફરી રીક્રિએટ કરતાં પણ જાેવા મળશે. આ શોમાં જીતેલી રકમને ‘હેમા માલિની ફાઉન્ડેશન’માં ડોનેટ કરવામાં આવશે. આ ફાઉન્ડેશન મથુરામાં બાળકોના એજયુકેશન અને મેડિકલ ટ્રીટમેન્ટમાં પૈસાનો ઉપયોગ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *