Maharashtra

આશા પારેખે પોતાનો ૭૯મો જન્મદિવસ મનાવ્યો

મુંબઇ
આશાએ ફિલ્મ સર્જક નાસિર હુસૈન સાથે દિલ દે કે દેખો, તીસરી મંઝિલ અને કારંવા સહિત સાત ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. આશાએ ભૂતકાળમાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, હા, નાસિર સાહેબ એક માત્ર મારા જીવનમાં આવેલા પુરુષ હતા જેને મેં પ્રેમ કર્યો હતો. પરંતુ હું તેમના લગ્નજીવનને તોડવા નહોતી માંગતી. મારા અને નાસિર સાહેબના પરિવાર વચ્ચે કોઇ અણબનાવ નહોતો. હું કદી હુસૈનને તેમના પરિવારથી અલગ કરવા નહોતી ઇચ્છતી તેથી જ મેં લગ્ન કર્યા નહીં. પીઢ અભિનેત્રી આશા પારેખે ૨ ઓકટોબરના રોજ પોતાનો ૭૯મો જન્મદિવસ મનાવ્યો હતો. અભિનેત્રીનો જન્મ ૧૯૪૨ની સાલમાં થયો હતો. બોલીવૂડમાં આશા પારેખે ઘણી હિટ ફિલ્મો આપી છે. પરંતુ અંગત જીવનની વાત કરીએ તો તેઓ પરણેલા ફિલ્મસર્જક નાસિર હુસૈનના પ્રેમમાં હોવાથી લગ્ન કરી શક્યા નહીં અને આજીવન કુંવારા રહ્યા. આશાએ વધુમાં કહ્યું હતું કે, મને લાગે છે કે, લગ્ન ભગવાન નક્કી કરતા હોયછે. મારા મામલામાં કદાચ ભગવાન મારીજાેડી બનાવાનું ભૂલી ગયા હતા. મારા લગ્નનો જાેગ જ ન હોવાથી મેં લગ્ન કર્યા નહીં.મા રી માતાની ઇચ્છા હતી કે હું લગ્ન કરીને ઘરસંસાર વસાવું. મારી માતાએ મારા લગ્ન માટે ઘણા પ્રયાસ કર્યા હતા પરંતુ નિષ્ફળ સાબિત થયા હતા. આશા પારેખે એમ પણ કહ્યું હતું કે, મને લગ્નનો ટેગ લગાડવામાં રસ નહોતો. મને મનપસંદ સાથી મળે તો જ મારે લગ્ન કરવા હતા. એમ થયું નહીં અને મેં લગ્ન કર્યા નહીં.

Asha-Parekh.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *