મુંબઈ
ૈંઁન્ ૨૦૨૧માં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું હતું. એવામાં ડેવિડ વોર્નર, જે આ વર્લ્ડ કપના ગેમ ચેન્જિંગ પ્લેયર રહ્યા હતા તેને પણ આ ટીમ સાથે છેડો ફાડી દીધો છે. વળી, મનીષ પાંડે પણ પહેલાંની જેમ વિસ્ફોટક બેટિંગ કરી શકતો નથી, તો ફેન્ચાઈઝી આ ખેલાડીને પણ રિટેન નહીં કરે એમ લાગી રહ્યું છે ૈંઁન્ની સૌથી સફળ ટીમ પોતાના કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર પેસર જસપ્રતી બુમરાહને સૌથી પહેલા રિટેન કરી શકે છે. ૈંઁન્ ૨૦૨૨ માટે અત્યારથી જ ફેન્ચાઇઝી અને મ્ઝ્રઝ્રૈં તૈયારી કરવાનું શરૂ કરી દીધું છે. એવામાં આ સીઝનથી અમદાવાદ અને લખનઉની ૨ નવી ટીમ ભાગ લેતાં બોર્ડે પ્લેયર રિટેન્શનના નિયમો અંગે ઘણા ફેરફાર કર્યા છે, જેને કારણે મેગા ઓક્શનમાં કોઈપણ ફેન્ચાઇઝીને વધુમાં વધુ ૪ ખેલાડી રિટેન કરવાની અનુમતિ મળશે, બાકીના દરેક ખેલાડી ઓક્શનમાં ઊતરશે, જેને પરિણામે અત્યારે જૂની ફ્રેન્ચાઇઝી પોતાની ટીમના કોમ્બિનેશન મુદ્દે અસમંજસમાં મુકાઈ છે. ૈંઁન્-૧૫ માટે ફ્રેન્ચાઈઝી કયા ખેલાડી રિટેન કરવા માગે છે એની યાદી આપવાની છેલ્લી તારીખ ૩૦ નવેમ્બર રાખવામાં આવી છે. હવે આમાં ગણીને ૫ દિવસનો સમય બાકી રહ્યો છે. એવામાં મોટા ભાગની ફેન્ચાઈઝી કોને રિટેન કરવાની છે એની યાદી બનાવી લીધી છે. ઉલ્લેખનીય છે કે દરેક ફેન્ચાઈઝીએ આ યાદી ૈંઁન્ ગવર્નિંગ કાઉન્સિલ અને મ્ઝ્રઝ્રૈંને ૩૦ નવેમ્બર બપોરે ૧૨ વાગ્યા સુધી આપવાની રહેશે. મેગા ઓક્શન જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં થશે. એવામાં હવે ૨ નવી ટીમને ઓક્શનમાં ઊતરેલા ખેલાડીઓમાં ૩-૩ પ્લેયરને પસંદ કરવાની અનુમતિ અપાશે.
આ સીઝનમાં ૧૦ નવી ટીમ આવતાં ૈંઁન્નો રોમાંચ હવે ગુજરાતમાં પણ પ્રસરી જશે. એવામાં હવે ગુજ્જુ ક્રિકેટ ફેન્સના મનમાં એક જ સવાલ હશે કે અમદાવાદની ટીમનું નેતૃત્વ કોણ કરશે તથા કોચ તરીકે કોણ કાર્યભાર સંભાળશે? અમદાવાદ ટીમના કેપ્ટન માટે કે.એલ.રાહુલ અને ડેવિડ વોર્નર પહેલી પસંદ બની શકે છે, કારણ કે આ બંને ખેલાડીએ પોતાની ટીમ સાથે છેડો ફાડી લીધો છે અને હવે આ સીઝનથી નવી ટીમ સાથે નવી ઈનિંગની શરૂઆત કરવાનું મન બનાવી લીધું છે. અમદાવાદની ટીમ પાસે આ ૨ ખેલાડી સિવાય હાર્દિક પંડ્યાને કેપ્ટન તરીકે પસંદ કરવાની પણ ઉજ્જવળ તક રહેલી છે. હાર્દિક પંડ્યા અત્યારે ફોર્મમાં નથી અને મીડિયા રિપોર્ટ્સના આધારે મુંબઈની ટીમ પંડ્યા બ્રધર્સને રિટેન નહીં કરે એવા સમાચાર પણ સામે આવ્યા હતા. તેવામાં ગુજરાતી મૂળના ખેલાડી અને ગેમ ચેન્જર એવા હાર્દિક પંડ્યાને પણ ટીમમાં કેપ્ટન તરીકે પસંદ કરાઈ શકે છે. અમદાવાદ ફ્રેન્ચાઈઝીના માલિક ઝ્રફઝ્ર કેપિટલ્સે રવિ શાસ્ત્રી અને ઈન્ડિયન ટીમમાં તેમના સહયોગી બોલિંગ કોચ ભરત અરુણ અને ફિલ્ડિંગ કોચ આર. શ્રીધરનો સંપર્ક કર્યો છે. જાેકે હજુ સુધી આ મુદ્દે સત્તાવાર નિવેદન કોઈએ આપ્યું નથી. ઝ્રફઝ્રએ જ્યારે શાસ્ત્રી અને કોચિંગ સ્ટાફના અન્ય સભ્યો સાથે સંપર્ક સાધ્યો હતો ત્યારે તેઓ ટીમ ઈન્ડિયાની સાથે ્-૨૦ વર્લ્ડ કપમાં વ્યસ્ત હતા અને ટૂર્નામેન્ટ પૂરી થયા બાદ ર્નિણય લેવાનો સમય માગ્યો હતો.
ૈંઁન્ ૨૦૨૧ની ચેમ્પિયન ટીમ ઝ્રજીદ્ભએ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને રિટેન કરવાનું મન બનાવી લીધું છે. એવામાં એવું અનુમાન પણ લગાવાઈ રહ્યું છે કે આ ધોનીની છેલ્લી ૈંઁન્ સીઝન પણ હોઈ શકે છે. હવે ફ્રેન્ચાઈઝી જાે ભવિષ્યનું વિચારશે તો ધોની સિવાય આ સીઝનમાં તેઓ રવીન્દ્ર જાડેજા, ફાફ ડુપ્લેસિસ, ઋતુરાજ ગાયકવાડ, સુરેશ રૈના, ડ્વેન બ્રાવો અને દીપક ચાહર જેવા ખેલાડીમાંથી ૩ને રિટેન કરી શકે છે.
પંજાબ કિંગ્સનું ૧૪મી સીઝનમાં પ્રદર્શન પણ ખરાબ રહ્યું હતું. વળી, ઓછામાં પૂરું કે.એલ.રાહુલે પણ આ ટીમ સાથે છેડો ફાડી દીધો છે અને પંજાબ એને રિટેન પણ નહીં કરે. તેવામાં ફ્રેન્ચાઈઝી કયા ટીમ કોમ્બિનેશન સાથે આ સીઝનમાં ઊતરશે એ જાેવાજેવં રહેશે. જાે ફ્રેન્ચાઈઝી કોઈને જાળવી રાખે છે, તો ટીમમાં સ્ટાર પર્ફોર્મર મયંક અગ્રવાલ, રવિ બિશ્નોઈ અને વિસ્ફોટક બેટર શાહરુખ ખાન પણ છે, પરંતુ તેમને રિટેન કરવા જતાં ટીમનું બજેટ પણ ખોરવાઈ શકે છે, જેથી આ વખતે પંજાબ કિંગ્સ નવા ખેલાડીઓની પસંદગી કરીને નવી ટીમ બનાવી શકે છે. ૈંઁન્નો ઈતિહાસ સાક્ષી છે કે રોયલ ચેલેન્જર બેંગલોર એક એવી ટીમ છે, જેની પાસે વિસ્ફોટક ખેલાડી હોવા છતાં એકપણ સીઝનનું ટાઈટલ જીતી શકી નથી. ૈંઁન્ ૨૦૨૧માં પણ આ ટીમનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું, પરંતુ તે પ્લેઓફમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી. વિરાટ કોહલીએ ટીમની કેપ્ટનશિપ છોડ્યા પછી એબી ડિવિલિયર્સે પણ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે, જેના કારણે ટીમ સમજીવિચારીને રિટેન કરવાનું શરૂ કરશે. છેલ્લા ૩ વર્ષથી દિલ્હી કેપિટલ્સની ટીમે શાનદાર પ્રદર્શન દાખવ્યું છે. ૨૦૧૯ અને ૨૦૨૦ દરમિયાન શ્રેયસ અય્યરની કેપ્ટનશિપમાં દિલ્હીની ટીમ પ્લેઓફમાં પહોંચી હતી. ત્યારે ૨૦૨૧માં રિષભ પંતે પણ સારું માર્ગદર્શન આપી ટીમમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપ્યું હતું. વળી, બોલિંગ ડિપાર્ટમેન્ટ પણ દિલ્હીનો શાનદાર છે તો હવે કોને રિટેન કરવા એ અંગે ટીમ મૂંઝવણમાં મુકાઈ શકે છે. કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે ૨૦૨૧ની સીઝનમાં શાનદાર પ્રદર્શન દાખવી ફાઇનલ સુધીની સફર કરી હતી. કોલકાતા નવા લીડર સાથે આ સીઝનમાં આગળ વધી શકે છે, જેથી યુવા ટીમને ધ્યાનમાં રાખતાં કોલકાતામાં મોટે પાયે ફેરફાર થવાની સંભાવના રહેશે. રાજસ્થાનની ટીમ કેપ્ટન સંજુ સેમસન મુદ્દે પણ મૂંઝવણમાં મુકાઈ શકે છે. જાેકે મીડિયા રિપોર્ટ્સના આધારે કેપ્ટન સંજુ સેમસને પોતાને રિટેન ન કરવાની વાત કરી છે. તેવામાં ફ્રેન્ચાઈઝી પહેલા કેટલાક ખેલાડી સાથે વાતચીત કરી શકે છે પછી જ રિટેન કરશે. જાેકે આ ટીમ વિદેશી ખેલાડીને રિટેન કરી શકે છે. હાર્દિકના ફોર્મને જાેતાં ટીમ બીજા વિકલ્પો પર નજર નાખી શકે છે. તેવામાં જાે મીડિયાના અહેવાલોના આધારે જાેઈએ તો પંડ્યા બ્રધર્સનું રિટેન થવું ના બરાબર જ છે. હવે ટીમ ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, કીરોન પોલાર્ડ અને રાહુલ ચાહરમાંથી કોને પસંદ કરવા એ અંગે વિચાર કરી રહી હોય એમ લાગી રહ્યું છે.


