મુંબઈ
ટેસ્લાના સીઈઓ મસ્કની તાજેતરની ટ્વીટે લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે. જેમાં તેમણે નોકરી છોડીને ઈન્ફ્લુએન્સર બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. મસ્કે લખ્યું છે કે, ‘નોકરી છોડવા અને ફૂલટાઈમ ઈન્ફ્લુએન્સર બનવાનું વિચારી રહ્યો છું. તમે શું વિચારો છો?’ મસ્કની આ ટ્વીટને લાખો લોકોએ લાઈક તો કરી, પરંતુ ત્યાર પછી કંપનીના શેરમાં ૬.૧૦ ટકાનો ઘટાડો નોંધાયો. આ અગાઉ પણ મસ્કની અનેક ટ્વીટ ટેસ્લા શેરોમાં ઘટાડાનું કારણ બની ચુક્યા છે.દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્ક પોતાની ટ્વીટને કારણે ચર્ચામાં રહે છે. ૬.૬ કરોડ ફોલોઅર્સ ધરાવતા મસ્કની ટ્વીટને કારણે અનેક વખત તેની ઈલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાના શેર પણ તુટી જાય છે.


