Maharashtra

ઈથેરનું માર્કેટકેપ વધી ૫૫૦ અબજ ડોલરને આંબી ગયું

મુંબઈ
ક્રિપ્ટો કરન્સી બજારમાં આજે હવામાન મિશ્ર હતું. બિટકોઈનમાં ભાવ વધ્યા મથાળેથી ઘટાડા પર રહ્યા હતા જ્યારે મિડકેપ લીડર ઈથેરના ભાવમાં આગેકૂચ જળવાઈ રહી હતી. અમેરિકામાં બોન્ડ બાઈંગમાં ઘટાડો તથા વ્યાજ દરમાં ટૂકમાં વધારો થવાના સંકેતો વચ્ચે ત્યાં ખાનગી ક્ષેત્રમાં જાેબગ્રોથ નવેમ્બરમાં વધી ૫ લાખ ૩૪ હજાર આવ્યાના નિર્દેશો હતા જેની અપેક્ષા ૫ લાખ ૨૫ હજારની રખાતી હતી. હવે ત્યાં બેરોજગારીના દાવાઓ તથા નોન-ફાર્મ પેરોલ્સના ડેટા કેવા આવે છે તેના પર નજર હતી. ક્રૂડતેલના ભાવ સાડા ચાર ટકા વધ્યા પછી ઉંચેથી બે ટકા ઘટયા હતા. આ બધાની અસર આજે ક્રિપ્ટો બજાર પર દેખાઈ હતી. દરમિયાન, બિટકોઈનના ભાવ આજે ઉંચામાં ૫૯૨૨૪ ડોલર તથા નીચામાં ૫૬૫૫૫ થઈ ૫૭૮૩૦થી ૫૭૮૩૧ ડોલર રહ્યા હતા. ભાવ ઘટતાં બિટકોઈનનું માર્કેટકેપ આજે ૧૧૦૦ અબજથી ઘટી ૧૦૯૦ અબજ ડોલર થયાના નિર્દેશો હતા. બિટકોઈનમાં આજે ૧.૭૦થી ૧.૭૫ અબજ ડોલરનું નોંધાયું હતું. જાે કે ઈથેરના ભાવ આજે નીચામાં ૪૫૨૭ ડોલર તથા ઉંચામાં ૪૭૮૩ થઈ ૪૬૯૧થી ૪૬૯૨ ડોલર રહ્યા હતા. ઈથેરમાં ૨.૪૦ અબજ ડોલરનું ટ્રેડિંગ થયું હતું તથા ભાવ વધતાં તેનુ માર્કેટ કેપ ૫૪૮થી વધી ૫૫૨થી ૫૫૩ અબજ ડોલર થયાના નિર્દેશો મળ્યા હતા. ભારતમાં ક્રિપ્ટો વિશે હવે સરકાર કેવા નિયમો અને કાયદાઓ લાવે છે તેના પર બજારના ખેલાડીઓની નજર રહી હતી.

ethereum.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *