Maharashtra

ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સરમાં ફરી વખત સંચાલક બન્યો મનિષ પોલ

મુંબઈ
અભિનેતા અને શો સંચાલક મનિષ પોલ વધુ એક વખત હોસ્ટ હોસ્ટ બન્યો છે. ટીવ શોના સંચાલનમાં મનિષની માસ્ટરી છે. ટોચના સંચાલકોમાં તે અગ્રેસર રહે છે. ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર નામના શોમાં તે ફરીથી સંચાલક તરીકે સામેલ થયો છે. પોતાના અનોખા હોસ્ટીંગ અંદાજથી દર્શકોને જકડી રાખવા માટે જાણીતો છે. તેને દર્શકોએ તો સ્ટેજ કા સુલતાનનો ખિતાબ પણ આપેલો છે. ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સરની પહેલી સિઝનને ખુબ સારી સફળતા મળી હતી. આથી હવે બીજી સિઝનને વધુ ભવ્ય બનાવવા વધુ મહેનત કરવામાં આવી રહી છે. આ શોમાં જજ તરીકે ગીતા કપૂર, મલાઇકા અરોરા અને ગીતા કપૂર તેમજ ટેરેન્સ લુઇસ યથાવત રહ્યા છે. મનિષે કહ્યું હતું કે મને ફરી વખત આ શોનું સંચાલન કરવાની તક મળી છે એ માટે હું ઉત્સાહી છું. મારી ચારેતરફ પ્રતિભાઓ હશે. મને વિશ્વાસ છે કે પહેલી સિઝન કરતાં પણ દર્શકોને આ સિઝન વધુ ગમશે.

Manish-pol-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *