મુંબઈ
હું હંમેશાં વિચારતી હતી કે, જાે આટલી મહેનત એક્ટિંગ નહીં કરવામાં જતી હોય તો એક્ટિંગ કરવામાં કેટલી મહેનત લાગતી હશે. મેં મારી લાઇફમાં આટલી મહેનત કરતા કોઈ વ્યક્તિને નથી જાેયું એટલું જ નહીં મારો દીકરો પણ કે જે તેના પિતાના રસ્તે ચાલવા માટે તૈયાર થઈ રહ્યો છે તે મને હંમેશાં પૂછે છે કે પાપા શું કરતા હતા અને હું હંમેશાં તેને કહું છું કે, તેઓ મારા કરતા ૧૦ ગણી વધારે મહેનત કરતા હતા. સ્વર્ગસ્થ ઇરફાન ખાનની પત્ની સુતાપા સિકંદરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, મેં ક્યારેય એવો માણસ નથી જાેયો જે ઇરફાન જેટલી મહેનત કરતો હોય. જેવી રીતે તે લોકો સાથે વાત કરતો હતો મને વિશ્વાસ છે કે તે લોકો સમજી શકશે તેની વાતોમાં કેવી ઇમાનદારી હતી જે તેની વાતોના માધ્યમથી અન્ય લોકો સુધી પહોંચતી હતી. લોકો હંમેશાં કહેતા કે ઇરફાને વાસ્તવમાં ક્યારેય એક્ટિંગ કરી જ નથી.


