Maharashtra

ઉત્તરાખંડમાં ૨૩ પ્રોજેક્ટનો વડાપ્રધાન મોદીના હસ્તે શિલાન્યાસ

મુંબઈ
દેશના દૂર-દૂરના સ્થળોએ કનેક્ટિવિટી સુધારવાના વડા પ્રધાનના વિઝનને અનુરૂપ લગભગ રૂ. ૮૭૦૦ કરોડના મૂલ્યના બહુવિધ રોડ સેક્ટર પ્રોજેક્ટ્‌સનું ઉદ્‌ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવશે. એસએસપી નૈનીતાલે અગાઉ ઉચ્ચ અધિકારીઓને પત્ર લખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યોજાનારી રેલી માટે પોલીસ દળ આપવા વિનંતી કરી હતી. ડીઆઈજી કુમાઉ ઓફિસથી મળેલી માહિતી અનુસાર, ગુરુવારે પીએમ મોદીની રેલી દરમિયાન ૧૦ સીઓ, ૨૫ ઈન્સ્પેક્ટર, ૧૫૦ એસઆઈ, ૨૫ મહિલા એસઆઈ, ૩૫ હેડ કોન્સ્ટેબલ, ૪૦૦ કોન્સ્ટેબલ, ૩૦ મહિલા કોન્સ્ટેબલ, ૭૫ ટ્રાફિક પોલીસ એસઆઈ અને કોન્સ્ટેબલ તૈનાત રહેશે. આ સાથે ૧૩ વરિષ્ઠ પોલીસ અધિક્ષક, ૧૦ અધિક પોલીસ અધિક્ષક, ૩૦ નાયબ પોલીસ અધિક્ષક અને પીએસીની ૬ કંપનીઓ અને ૨ પ્લાટુન તેમની સુરક્ષામાં તૈનાત રહેશે. બીજી તરફ પીએમ મોદીની આજની રેલીને લઈને ડીઆઈજી કુમાઉ ડૉ. નિલેશ આનંદ ભરણેએ કહ્યું કે, સાદા કપડામાં પોલીસકર્મીઓ પણ રેલીના સ્થળે તૈનાત રહેશે. આ માટે તેમણે એસએસપીને સૂચના આપી છે. ફફૈંઁ પ્રવાસ દરમિયાન, નૈનીતાલ જિલ્લામાંથી જ ગાર્ડમાં તૈનાત કરવા માટે સશસ્ત્ર પોલીસ દળોની નિમણૂક કરવા સૂચના આપવામાં આવી છે.ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી હલ્દવાનીમાં એક મોટી રેલી છે. પીએમ મોદી બપોરે ૧ વાગ્યે એમબી ઈન્ટર કોલેજ ગ્રાઉન્ડ હલ્દવાનીમાં ભાજપની ચૂંટણી સભાને સંબોધશે. માહિતી અનુસાર, આ દરમિયાન તેઓ કુમાઉ માટે ૧૭,૫૦૦ કરોડથી વધુની કિંમતની ૨૩ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્‌ઘાટન કરશે. હાલમાં પીએમ મોદીની રેલી માટે પ્રશાસન અને પાર્ટી સ્તરે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ દરમિયાન તેઓ ઉત્તરાખંડને ૧૭૫૪૭ કરોડ રૂપિયાની ભેટ આપવાના છે. જેમાં પીએમ મોદી ૧૪૧૨૭ કરોડની યોજનાઓનો શિલાન્યાસ કરશે અને ૩૪૨૦ કરોડની યોજનાઓનું ઉદ્‌ઘાટન કરશે. તેઓ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (છૈંૈંસ્જી) સેટેલાઈટ સેન્ટર, પિથોરાગઢ મેડિકલ કોલેજ અને ૩૦૦ સ્ઉ ેંત્નફદ્ગન્ના લખવાર બહુહેતુક પ્રોજેક્ટ અને ઉધમ સિંહ નગર ખાતે ખોલવામાં આવનાર અન્ય વિકાસ યોજનાઓનો શિલાન્યાસ પણ કરશે. આ સાથે ેંત્નફદ્ગ પાંચ મેગાવોટ સુરીંગડ પ્રોજેક્ટ, અલવેદર રોડ, નગીનાથી કાશીપુર સુધીનો તૈયાર રોડ જેવા મોટા પ્રોજેક્ટનું ઉદ્‌ઘાટન કરશે. વડાપ્રધાન લગભગ રૂ. ૫,૭૫૦ કરોડના ખર્ચે બાંધવામાં આવનાર લખવાર બહુહેતુક પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટની કલ્પના સૌપ્રથમ ૧૯૭૬માં કરવામાં આવી હતી અને ઘણા વર્ષોથી પેન્ડિંગ પડી હતી. લાંબા સમયથી પડતર પ્રોજેક્ટ્‌સને પ્રાધાન્ય આપવાનું વડાપ્રધાનનું વિઝન પ્રોજેક્ટના શિલાન્યાસ પાછળનું બળ છે. રાષ્ટ્રીય મહત્વનો આ પ્રોજેક્ટ આશરે ૩૪,૦૦૦ હેક્ટર વધારાની જમીનની સિંચાઈને સક્ષમ બનાવશે, ૩૦૦ મેગાવોટ હાઇડ્રો પાવરનું ઉત્પાદન કરશે અને ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, દિલ્હી, હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનના છ રાજ્યોને પીવાનું પાણી પૂરું પાડશે.

PM-Narendra-Modi.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *