મુંબઈ
બોલિવૂડના ખિલાડી કુમાર એટલે કે અક્ષયકુમાર પણ આ સમયે ઈન્ડસ્ટ્રીના સૌથી મોટા એક્શન હીરોની ગણતરીમાં ટોપ પર આવે છે. તેની એક્શન ફ્લ્મિોની યાદી ઘણી લાંબી છે. સમાચાર આવી રહ્યા છે કે નવી પેઢીનો એક્શન હીરો ટાઈગર શ્રાોફ્ અક્ષયકુમાર સાથે જાેવા મળશે. આ બંને એક્શન સ્ટાર્સે એક મેગા બજેટ ફ્લ્મિ માટે હાથ મિલાવ્યો છે. રિપોટ્ર્સના અનુસાર, ટાઈગર શ્રાોફ્ અને અક્ષયકુમારે વાસુ ભગનાનીના બેનર હેઠળ તૈયાર થનારી ‘છોટે મિયાં બડે મિયાં’માં સાથે કામ કરવાનું નક્કી કર્યું છે, જેનું શૂટિંગ ૨૦૨૨માં શરૂ થશે. મેકર્સ કથિત રીતે તેને ૨૦૨૩માં રિલીઝ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. આ ફ્લ્મિને ૨૦૦ કરોડ રૂપિયાના બજેટમાં તૈયાર કરવામાં આવશે. અક્ષયકુમાર અને ટાઈગર શ્રાોફ્ અલી અબ્બાસ ઝફ્ર દ્વારા નિર્દેશિત આગામી ફ્લ્મિમાં જાેવા મળશે. અલી અબ્બાસ ઝફ્રની આ ફ્લ્મિ એક મસાલા એન્ટરટેઇનમેન્ટ હશે, જેની સ્ક્રિપ્ટ પર અત્યારે કામ ચાલી રહ્યું છે. થોડા સમયમાં અલી અબ્બાસ ઝફ્ર આ ફ્લ્મિની સ્ક્રિપ્ટ પૂરી કરી લેશે, પછી તે તેનું શૂટિંગ શરૂ કરશે. રિપોર્ટના અનુસાર, ટાઈગર શ્રાોફ્ અને અક્ષયકુમારની આ ફ્લ્મિ માટે અત્યાર સુધી કોઈ એક્ટ્રેસ ફઈનલ નથી થઈ. નિર્માતા વાસુ ભગનાનીનો દીકરો જેકી ભગનાની ટૂંક સમયમાં જ એક્ટ્રેસ પસંદ કરશે, અને ત્યારબાદ હીરોઈનની જાહેરાત કરશે.