Maharashtra

એચપી એડહેસિવ્સના આઈપીઓએ રોકાણકારોને શેર દીઠ રૂા. ૫૬નો લાભ આપ્યો

મુંબઈ
એચપી એડહેસિવ્સ કંપની કન્ઝ્‌યુમર એડહેસિવ્સ બનાવે છે. આ કંપની પીવીસી, સીપીવીસી, યુપીવીસી સોલવન્ટ સિમેન્ટ, સિન્થેટિક રબર એડહેસિવ, પીવીએ એડહેસિવ, સિલિકોન સીલંટ, એક્રેલિક સીલંટ, પીવીસી પાઇપ લ્યુબ્રિકન્ટ જેવા ઉત્પાદનોનું ઉત્પાદન કરે છે. ગ્રે માર્કેટમાં પણ આ સ્ટૉકની ઘણી ચર્ચા છે. સેબીને સુપરત કરાયેલા દસ્તાવેજમાં કંપનીએ જણાવ્યું હતું કે તે ૈંર્ઁં દ્વારા એકત્ર કરાયેલા ભંડોળનો કાર્યકારી મૂડી તરીકે ઉપયોગ કરશે. આ સિવાય કંપની ક્ષમતા વિસ્તરણની પણ યોજના ધરાવે છે. આ ફંડનો ઉપયોગ બિઝનેસના વિસ્તરણ માટે પણ કરવામાં આવશે. આ ૈંર્ઁં ૧૨૬ કરોડનો હતો. જેમાં ફ્રેશ ઈશ્યુ રૂ. ૧૧૩ કરોડનો હતો.એચપી એડહેસિવ્સના ૈંર્ઁં શેરબજારમાં લિસ્ટ થયો છે. દ્ગજીઈ પર આ શેર લગભગ ૧૫ ટકાના પ્રીમિયમ પર રૂ. ૩૧૫ પર લિસ્ટ થયો હતો જ્યારે મ્જીઈ પર આ શેર રૂ. ૩૧૯ના સ્તરે લિસ્ટ થયો હતો. સવારે ૧૧ વાગ્યે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં આ શેર ૨૧ ટકાના વધારા સાથે રૂ. ૩૩૦.૭૫ પર ટ્રેડ કરી રહ્યો હતો. એચપી એડહેસિવ્સના શેરની ઇશ્યૂ પ્રાઇસ રૂ. ૨૭૪ હતી. આ ૈંર્ઁં ૧૫મી ડિસેમ્બરે સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો હતો જે ૧૭મી ડિસેમ્બરે બંધ થયો હતો. તેને ૈંર્ઁં માટે લગભગ ૨૧ ગણું સબ્સ્ક્રિપ્શન મળ્યું છે. કંપનીએ માર્કેટમાં ૨૫.૩ લાખ શેર ઇશ્યૂ કરવાની જાહેરાત કરી હતી જેના બદલામાં ૫.૩ કરોડ શેર માટે બિડ આવી હતી.કંપની દ્વારા ફ્રેશ ઇશ્યૂ તેમજ ઓફર ફોર સેલની જાહેરાત કરવામાં આવી હતી. સબ્સ્ક્રિપ્શન્સના સંદર્ભમાં રિટેલ સેગમેન્ટને ૮૧.૨ ગણું સબસ્ક્રિપ્શન મળ્યું હતું, બિન-સંસ્થાકીય રોકાણકારોના સેગમેન્ટને ૧૯ ગણું સબ્સ્ક્રિપ્શન મળ્યું જ્યારે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (ઊૈંમ્) સેગમેન્ટને ૧.૮ ગણું સબસ્ક્રિપ્શન મળ્યું હતું. આ ૈંર્ઁંની ઇશ્યૂ પ્રાઇસ રૂ. ૨૬૨-૨૭૪ વચ્ચે હતી. કંપનીએ ૈંર્ઁંના ૭૫ ટકા ક્વોલિફાઈડ સંસ્થાકીય ખરીદદારો માટે આરક્ષિત રાખ્યા હતા. ૧૫ ટકા બિન-સંસ્થાકીય રોકાણકારો માટે અને ૧૦ ટકા રિટેલ રોકાણકારો માટે અનામત રાખવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *