Maharashtra

ઓટીટી પ્લેટફોર્મ મોટા પ્રોડક્શન હાઉસ માટે બિઝનેસ બની ગયો છે ઃ નવાઝુદ્દીન

મુંબઈ
નવાઝુદ્દીન કહે છે કે હવે ર્ં્‌્‌ શો તેના માટે અસહ્ય બની ગયા છે. તેણે કહ્યું, “હું તેમને જાેવાનું સહન કરી શકતો નથી તેથી હું તેમાં કેવી રીતે કામ કરી શકું. હવે ર્ં્‌્‌ પર અમારી પાસે આ કહેવાતા સ્ટાર્સ છે જેઓ મોટા પૈસા માંગે છે અને છ-લિસ્ટ સ્ટાર્સની જેમ નખરા પણ બતાવે છે. તે લોકોએ ભૂલી જાય છે કે, કન્ટેન્ટ જ કિંગ છે. આ લોકડાઉન અને ડિજિટલ ડોમિનેશન પહેલાં, છ-લિસ્ટ સ્ટાર્સ તેમની ફિલ્મો ૩૦૦૦ થિયેટરોમાં રિલીઝ કરતા હતા. લોકો પાસે તેમને જાેવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. હા. હવે તેની પાસે અમર્યાદિત ચોઈસ છે.નવાઝુદ્દીન સિદ્દીકી શરૂઆતથી જ ર્ં્‌્‌ પ્લેટફોર્મનો એક ભાગ છે. તેણે ‘રાત અકેલી હૈ’, ‘ઘૂમકેતુ’ અને ‘સીરિયસ મેન’ જેવી સારી ફિલ્મોમાં કામ કર્યું છે. નવાઝનું કામ દર્શકોને ખૂબ પસંદ આવ્યું હતું અને કોરોના સમયગાળા દરમિયાન આ પ્રોજેક્ટ્‌સ દર્શકોના મનોરંજનનો ભાગ હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી નવાઝુદ્દીન ર્ં્‌્‌ પ્લેટફોર્મ અને તેના કન્ટેન્ટ વિશે પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યો છે. હવે નવાઝુદ્દીને જાહેરાત કરી છે કે તે હવે ર્ં્‌્‌ પર કામ નહીં કરે. એક ઈન્ટરવ્યુમાં આ વિશે વાત કરતા નવાઝે કહ્યું કે ર્ં્‌્‌ પ્લેટફોર્મ મોટા પ્રોડક્શન હાઉસ માટે બિઝનેસ બની ગયો છે. નવાઝુદ્દીન સિદ્દીકીએ પોતાના ઈન્ટરવ્યુમાં કહ્યું, “આ પ્લેટફોર્મ બિનજરૂરી શો માટે ડમ્પિંગ ગ્રાઉન્ડ બની ગયું છે. આપણી પાસે કાં તો એવા શો છે જે જાેવા લાયક નથી અથવા સિક્વલ છે જેમાં કહેવા માટે કંઈ નથી. જ્યારે મેં નેટફ્લિક્સ માટે સેક્રેડ ગેમ્સ પર કામ કર્યું, ત્યારે ડિજિટલ પ્લેટફોર્મમાં કામ કરવાનો ઉત્સાહ અને પડકાર હતો. પણ હવે એ તાજગી જતી રહી છે. તેણે આગળ કહ્યું, “તે મોટા પ્રોડક્શન હાઉસ અને અભિનેતાઓ માટે એક વ્યવસાય બની ગયો છે, જેઓ હવે ર્ં્‌્‌ પ્લેટફોર્મ પર કહેવાતા સ્ટાર્સ છે. બોલિવૂડના મુખ્ય ફિલ્મ નિર્માતાઓએ તમામ મુખ્ય ર્ં્‌્‌ પ્લેટફોર્મ્સ સાથે આકર્ષક સોદા કર્યા છે. અનલિમિટેડ કન્ટેન્ટ બનાવવા માટે નિર્માતાઓને ભારે કિંમત ચૂકવવામાં આવે છે.પરંતુ ગુણવતા હોતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *