મુંબઈ
કોરોના ના નવા વેરિયનટ ઓમિક્રોનના ખતરાને જાેતા મહારાષ્ટ્રા સરકાર દ્વારા નવા કાયદા અને નિયમો લાગુ કરવામાં આવ્યા છે જેથી કરીને ફરી સંક્રમણ માં વધારો ના થાય, જેમ કે મુંબઈમાં વિદેશીથી આવનારા લોકો માટે નવા પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે. આ અંતર્ગત શહેરમાં આવનારા લોકો પર નજર રાખવામાં આવશે અને તેમનો કોરોનાનો રિપોર્ટ કરવામાં આવશે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી બહાર પાડવામાં આવેલી ગાઈડલાઈન્સ મુજબ, દક્ષિણ આફ્રિકા, હોંગકોંગ અને બોત્સવાનાથી આવનારા મુસાફરોએ ઇ્-ઁઝ્રઇ ટેસ્ટ કરાવવો જરૂરી હશે.