,મુંબઈ
કોરોના વાયરસનું ઓમિક્રોન વેરિઅન્ટ અત્યાર સુધીમાં ૮૯ દેશોમાં પહોંચી ગયું છે. સંસ્થાએ એ પણ ધ્યાન દોર્યું કે તે ડેલ્ટા વેરિઅન્ટ કરતાં ઓમિક્રોન ઝડપથી ફેલાય છે દોઢથી ત્રણ દિવસમાં ઓમિક્રોનના કેસ બમણા થઈ રહ્યા છે. ઉૐર્ંના આ નિવેદન બાદથી વિશ્વભરમાં ર્ંદ્બૈષ્ઠિર્હ વિશે ચિંતા વધી ગઈ છે.ભારતમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોના વાયરસના નવા ઓમિક્રોન વેરિઅન્ટના કુલ ૮ નવા કેસ નોંધાયા છે. જે રાજ્યોમાંથી નવા કેસ નોંધાયા છે. તેમાં મહારાષ્ટ્ર-૬ અને ગુજરાત-૨ નો સમાવેશ થાય છે. દેશમાં કોવિડ -૧૯ ના નવા પ્રકારથી સંક્રમિત લોકોની સંખ્યા હવે વધીને ૧૫૫ થઈ ગઈ છે. દેશભરમાંથી ઓમિક્રોનના ૩૦ નવા કેસ નોંધાયા હતા. શુક્રવારે ૨૬ નવા કેસ નોંધાયા હતા. જ્યારે ગુરુવારે આ સંખ્યા ૧૪ હતી. મંગળવાર અને બુધવાર એમ બંને દિવસે ઓમિક્રોનના ૧૨ કેસ નોંધાયા હતા. મહારાષ્ટ્ર, દિલ્હી, તેલંગણા, રાજસ્થાન, કર્ણાટક, કેરળ, ગુજરાત, ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, ચંદીગઢ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ સહિત ભારતના ૧૨ રાજ્યોમાં ઓમિક્રોનથી સંક્રમિત લોકો મળી આવ્યા છે. બંગાળ, મહારાષ્ટ્રમાં છમાંથી બે દર્દીઓ તાજેતરમાં તાન્ઝાનિયાના પ્રવાસેથી પાછા ફર્યા હતા. જ્યારે અન્ય બે દર્દીઓ ઈંગ્લેન્ડથી પરત ફર્યા હતા અને એક મધ્ય પૂર્વથી આવ્યો હતો. એક સરકારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ તમામ પાંચ દર્દીઓએ સંપૂર્ણ રસી લીધેલી છે અને તેમાંથી બે મહિલાઓ છે. રાજધાની દિલ્હીમાં કોરોનાના ૧૦૭ કેસ નોંધાયા હતા, જે છ મહિના પછી કોઈપણ એક દિવસમાં કોરોના કેસની સૌથી વધુ સંખ્યા છે. મહારાષ્ટ્રમાં પણ કોરોનાના કેસમાં વધારો થયો છે. રાજ્યના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર રવિવારે અહીં ૯૦૨ કેસ નોંધાયા હતા.મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના ૫૪ કેસ નોંધાયા છે. દિલ્હીમાં ૨૨, તેલંગાણામાં ૨૦, રાજસ્થાનમાં ૧૭, કર્ણાટકમાં ૧૪, કેરળમાં ૧૧, ગુજરાતમાં ૯, ઉત્તર પ્રદેશમાં બે અને આંધ્રપ્રદેશ, ચંદીગઢ, તમિલનાડુ અને પશ્ચિમમાં એક-એક કેસ નોંધાયા છે.