મુંબઇ
કેટરિના અને વિક્કી પોતાના લગ્નનું રિસેપ્શન મુંબઇમાં પણ કરવાના હોય તેવી વાત છે. જાેકે આ બાબતે કોઇ સત્તાવાર સમર્થન કે પછી વેન્યુની વાત જાણવા મળી નથી. મુંબઇમાં આ યુગલ રિસેપ્શન કરશે તો બોલીવૂડના મોટા ભાગના લોકોને આમંત્રણ આપવામાં આવે તેવી પુરી શક્યતા છે. કેટરિના કૈફ અને વિક્કી કૌશલના લગ્નની વિધિયો શરૂ થઇ ગઇ છે. આમંત્રિતો પણ પોતપોતાની રીતે લગ્નમાં પહોંચી રહ્યા છે. જયપુર એરપોર્ટ પર સેલિબ્રિટીઓ લગ્નમાં હાજરી આપવા માટે આવી હોવાથી જાેવા મળી રહી છે. કેટરિના અને વિક્કીના લગ્નમાં હાજરી આપવા માટે કરણ જાેહર, ફરાહ ખાન,અનુષ્કા શર્મા, વિરાટ કોહલી,નિત્યા મહેરા, રવિના ટંડન, નેહાધુપિયા, અંગદ બેદી, શરવરી, સિંગર શંકર મહાદેવન, સિંગર ગુરુદાસ માન, કબીર ખાન તેમજમિની ઠાકુર સહિત અન્યો જયપુર એરપોર્ટ પર જાેવા મળ્યા હતા. આ ઉપરાંત કેટરિનાની ટ્રેનર, હેરસ્ટાઇલિસ્ટ, મેકઅપ આર્ટિસ્ટ વગેરે અંગત સ્ટાફ પણ લગ્નમાં હાજરી આપવાનો છે.
