Maharashtra

કરણ ઠાકર ડિજીટલ માધ્યમમાં વધુ ગંભીર બન્યો

મુંબઈ
ટીવી પરદાનો જાણીતો કલાકાર કરણ ઠાકર પણ હવે બીજા કલાકારોની જેમ ઓટીટી તરફ આગળ વધી ગયો છે. ગયા વર્ષે જ ચાહકોએ કરણને વેબ સિરીઝ સ્પેશિયલ ઓપ્સમાં નિહાળ્યો હતો. હાલમાં તે નવી એક વેબ સિરીઝ કરી રહ્યો છે. આ સિરીઝનું શુટીંગ ઝારખંડમાં કરવામાં આવી રહ્યું છે. તે કહે છે ડિજીટલ માધ્યમ મને ખુબ પડકારજનક લાગે છે. હવે હું આ માધ્યમના પ્રોજેકટ પર વધુ ધ્યાન કેન્દ્રીત કરવા ઇચ્છુ છું. અહિ તમે વેબ શો માટે સતત આઠ કલાક શુટીંગ કરો ત્યારે તમને એમ જરાપણ નથી લાગતું કે તમે આ કામ કરવા ખાતર કરી રહ્યા છો. અહિ કામ કરવું એ ખુબ અઘરી બાબત છે. કારણ કે અહિ તમારે તમારી સર્જનાત્મકતાની સાથોસાથ તમારી વ્યાવસાયિકતાને પણ રજૂ કરવાની હોય છે. આ કારણે જ મને ડિજીટલ માધ્યમમાં કામ કરવું વધુ પસંદ પડી રહ્યું છે. અહિ તમે જાે તમારા કામમાં થોડીઘણી કચાશ રાખી દો તો પણ દર્શકો તમને પકડી લે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *