Maharashtra

કરીના કપૂરે એક તસ્વીર શેર કરતા યુઝરે ક્હ્યું કે, મેં તમારી સેલ્ફી ખૂબ જ મિસ કરી

મુંબઈ
રણધીર કપૂર થોડા દિવસો પહેલા ‘ધ કપિલ શર્મા’ શોમાં જાેવા મળ્યો હતો. તેણે કહ્યું હતું કેહું ટાઈમપાસ કરી રહ્યો હતો ત્યારે મારા પિતાએ કહ્યું કે, મારે લગ્ન કરવાનો કોઈ ઈરાદો છે કે નહીં. ત્યારે રણધીરે કહ્યું હતું કે તે બબીતા સાથે લગ્ન કરવા માંગે છે. ત્યારે રાજ કપૂરે કહ્યું, “કયારે લગ્ન કરશે જયારે તે વૃદ્ધ થશે ત્યારે ?”. રણધીરે કહ્યું કે તેણે ક્યારેય બબીતાને પ્રપોઝ કર્યું નથી. તેના માતા-પિતાએ વાત કરી હતી. ગયા વર્ષે, રણધીર કપૂર ચંબુરમાં પોતાનું ઘર છોડીને બ્રાન્દ્રાના ઘરે શિફ્ટ થઈ ગયા હતા. તેનું આ ઘર કરીના અને કરિશ્માના ઘર પાસે છે.કરીના કપૂર ખાનની ગણના બોલીવુડની ટોપની એક્ટ્રેસમાં કરવામાં આવે છે. તેનું સ્ટાઈલ સ્ટેટમેન્ટ બધાને પસંદ આવે છે. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. હાલમાં જ કરીનાએ માતા બબીતા કપૂર સાથે એક સેલ્ફી શેર કરી છે. ફેન્સને તેની આ તસ્વીર ખૂબ પસંદ આવી છે. આ તસ્વીરમાં જાેઈ શકાય છે કે, એક્ટ્રેસ તેની માતા સાથે બેઠેલી જાેવા મળે છે. આ ફોટામાં માતા ખીર ખાઈ રહી છે અને પુત્રી સોફા પર બેસીને સેલ્ફી લઈ રહી છે. આ તસવીરમાં માતા અને પુત્રી સાથે પિતા રણધીર કપૂરનો ફ્રેમ ફોટો પણ દેખાઈ રહ્યો છે. આ સેલ્ફી શેર કરતા કરીનાએ કેપ્શનમાં લખ્યું- જ્યારે માતા ખીર ખાઈ રહી છે અને દીકરી પોઝ આપી રહી છે. બંનેની તસવીરફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. એક યુઝરે લખ્યું, મેં તમારી સેલ્ફી ખૂબ જ મિસ કરી. અન્ય એક ફેન્સે લખ્યું, મોટો દીકરો તૈમુર અલી ખાન ક્યાં છે ? આના એક દિવસ પહેલા કરીના તેના નાના પુત્ર જહાંગીર ખાન સાથે પિતાના ઘરે પહોંચી હતી. તેમની મોટી પુત્રી કરિશ્મા કપૂર પણ માતા-પિતાને મળવા આવી હતી. જ્યાં પેપરાઝીએ ઘણા ફોટા ક્લિક કર્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે કરીનાનો આ ફોટો રણધીર કપૂરના ઘરનો છે. તમને જણાવી દઈએ કે, રણધીર અને બબીતાના લગ્ન વર્ષ ૧૯૭૧માં થયા હતા. ૧૯૮૮માં ફિલ્મ ‘કલ આજ ઔર કલ’ રીલિઝ થયા બાદથી બંને અલગ-અલગ રહેતા હતા. પરંતુ બંનેએ ક્યારેય છૂટાછેડા લીધા નથી.

Kareena-kapoor-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *