Maharashtra

કેટરિના અને વિકીનાં લગ્નમાં ઈન્ટરનેશનલ મહેમાનો પણ હાજરી આપશે

મુંબઈ
વિકી કૌશલ અને કેટરિના કૈફ સવાઈ માધોપુરમાં ૭થી ૯ ડિસેમ્બરથી વચ્ચે લગ્ન કરશે. લગ્નની તૈયારીઓ જાેરશોરથી ચાલી રહી છે અને ગેસ્ટ લિસ્ટ પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે. કેટરિના અને વિકીનાં લગ્નમાં ઈન્ટરનેશનલ મહેમાનો પણ સામેલ થશે, તેમાંથી એક નામ પેરુના ફોટોગ્રાફર મારિયો ટેસ્ટિનોનું છે. ટેસ્ટિનોને પણ કેટ-વિકના લગ્ન માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ટેસ્ટિનો એ જ ફોટોગ્રાફર છે, જેની સાથે કેટરિનાએ ફેમસ હોટ ટોવલ ફોટો શૂટ કર્યો હતો. કેટરિના કૈફે ૨૦૧૭માં શરીરે માત્ર ટુવાલ વીંટીને ફોટા પડાવ્યા હતા. આ ગરમાગરમ ફોટો પોસ્ટ કરીને કેટરિનાએ ઈન્સ્ટાગ્રામ પર ધમાકેદાર એન્ટ્રી કરી હતી. તેણે ફોટોશૂટ કરનાર મારિયો માટે લખ્યું હતું, ‘શાનદાર ટોવલ સિરીઝ માટે, શૂટિંગનો શાનદાર અનુભવ આપવા માટે તમારો આભાર મારિયો ટેસ્ટિનો. તમે જરૂરથી પાછા આવો અને અમને લોકોને મળો.’ કેટરિના આ ફોટો શૂટને લઈને ઘણી ચર્ચામાં રહી હતી. તે ઉપરાંત દિવંગત એક્ટર સુશાંત સિંહે પણ મારિયો ટેસ્ટિનોની ટોવેલ સિરીઝ માટે ફોટોશૂટ કરાવ્યું હતું. કેટરિના અને મારિયો ટેસ્ટિનોની મુલાકાત એક પાર્ટી દરમિયાન થઈ હતી. ત્યાર બાદ બંનેએ સાથે ઘણા ફોટો શૂટ કર્યાં છે. એમાંથી ટોવેલ સિરીઝ પણ એક હતી. આ ફોટોશૂટ સિરીઝમાં કેટરિના સિવાય સેલેના ગોમેઝ, કેન્ડલ જેનર, સિન્ડી ક્રોફર્ડ જેવી ગ્લોબલ સેલિબ્રિટીઝ પણ સામેલ થઈ હતી. દીકરા આર્યનના ડ્રગ કેસને કારણે પરેશાન શાહરુખ ખાન પણ કેટરિનાનાં લગ્નમાં સામેલ થવા રાજસ્થાન પહોંચશે. જાેકે તે થોડા કલાક માટે જ આ લગ્નમાં હાજરી આપશે. ગૌરી ખાન આ લગ્નમાં સામેલ નહીં થાય. શાહરુખ ઉપરાંત કેટરિનાનાં લગ્નમાં કરણ જાેહર, અલી અબ્બાસ ઝફર, રોહિત શેટ્ટી, સિદ્ધાર્થ મલ્હોત્રા, કિયારા અડવાણી, વરુણ ધવન અને નતાશા દલાલ પણ સામેલ થશે.
સવાઈ માધોપુરના ચૌથના બરવાડા સ્થિત આવેલો મહેલ સિક્સ સેન્સ હવે હોટલમાં કન્વર્ટ થઈ ચૂક્યો છે. કેટ-વિકીનાં લગ્નનું બુકિંગ કન્ફર્મ થયા બાદ અહીં જાેરશોરથી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. હજી સુધી કેટ-વિકીએ ઓફિશિયલી લગ્નની જાહેરાત કરી નથી. પૂરો કાર્યક્રમ ખાનગી રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ગુરુવાર, ૨૫ નવેમ્બરના રોજ હોટલમાં આતશબાજી, ડાન્સ તથા અન્ય બાબતોનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. આ સાથે જ કઈ જગ્યાએ કયા ફંક્શન થશે એને અંતિમ રૂપરેખા આપવામાં આવી હતી

Katrina-and-Vickys-wedding.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *