Maharashtra

કેટરીના કૈફ અને વિકી કૌશલના મેરેજ માટે હોટલ તાજ અને ઓબેરોય બુક કરાઈ

મુંબઈ ,
વિકી-કેટરિનાના મેનેજર અને ઇવેન્ટ કંપનીઓ ટૂંક સમયમાં સ્થાનિક વહીવટીતંત્ર, પોલીસ અને લગ્ન સંબંધિત કેટરિંગ, સિક્યોરિટી વચ્ચે મીટિંગ કરવા જઈ રહી છે. આ દરમિયાન તમામ ખાસ મહેમાનો માટે ટ્રિપલ લેયર સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવશે. જેમાં પહેલા લેયરમાં રાજસ્થાન પોલીસના જવાનો, બીજા લેયરમાં સિક્સ સેન્સ કંપનીની સુરક્ષા અને ત્રીજા લેયરમાં સેલિબ્રિટીઝના બોડીગાર્ડ અને બાઉન્સર હાજર રહેશે.બોલિવૂડ સ્ટાર્સ કેટરીના કૈફ અને વિકી કૌશલ હાલના દિવસોમાં તેમના લગ્નના સમાચારને કારણે ચર્ચામાં છે. રિપોર્ટ્‌સનું માનીએ તો વિકી કૌશલ આવતા મહિને કેટરિના કૈફ સાથે લગ્ન કરવાના છે. જ્યાં હોટેલ સિક્સ સેન્સ બરવાડા ફોર્ટ ખાતે યોજાનાર લગ્નની તૈયારીઓ જાેરશોરથી ચાલી રહી છે. ચૌથ માતા ટ્રસ્ટ અને હોટેલ શિવપ્રિયા પેલેસમાં ૪૨ રૂમ બુક કર્યા પછી, હવે સવાઈ માધોપુર રણથંભોર રોડ પર સ્થિત ૫ સ્ટાર હોટલ તાજ અને ધ ઓબેરોય પણ મહેમાનો માટે બુક કરવામાં આવી છે. લગભગ ૧૨૫ બોલિવૂડ સેલિબ્રિટી આ હોટલોમાં રોકાઈ શકે છે. આ સાથે જ આ તમામ મહેમાનોને એરપોર્ટ પર લાવવા-લઈ જવા માટે ટ્રાવેલ કંપની પાસેથી લગભગ ૪૦ લક્ઝરી ગાડીઓની ડિમાંડ કરવામાં આવી છે. જેમાં ઓડી, રેન્જ રોવર સહિત ઘણી વેનિટી વાન સામેલ છે. હોટેલ રીજેન્ટા વન્ય મહેલના મેનેજરે કહ્યું કે, જંગલ સફારી બુક કરવા માટે ઈવેન્ટ ટીમ સાથે વાતચીત ચાલી રહી છે. તેમણે કહ્યું કે, તેની ડીલ આગામી ૧ કે ૨ દિવસમાં ફાઈનલ થઈ જશે. આવી સ્થિતિમાં ઈવેન્ટ કંપનીઓ બજેટને કારણે કેટલીક સમસ્યાઓનો સામનો કરી રહી છે. તે જ સમયે, રણથંભોરમાં ઓછા બજેટની હોટેલો ટાઇગર સફારી અને લગ્નની સીઝનને કારણે પહેલેથી જ બુક થઈ ગઈ છે. હાલમાં, ઇવેન્ટ કંપનીઓ દ્વારા વધુ હોટલોની શોધ કરવામાં આવી રહી છે. હોટેલ રીજેન્સી અને સવાઈ વિલાસ માટે ઇવેન્ટ કંપનીઓ તરફથી વાતચીત ચાલી રહી છે. આ સાથે જ હોટલ રીજેન્સીના ૬૦ રૂમ બુક કરાવવાની વાત પણ સામે આવી છે.

Katrina-kaief-weds-Vicky-Kaushal.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *