સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહઃ ક્રૂડ તેલમાં વૃદ્ધિઃ કપાસ, મેન્થા તેલ, રબરમાં નરમાઈનો માહોલઃ સીપીઓ, કોટન વધ્યાઃ બુલડેક્સ ફ્યુચર્સમાં 95 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 120 પોઈન્ટની મૂવમેન્ટ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 1,17,773 સોદાઓમાં કુલ રૂ.9,922.32 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના નવેમ્બર વાયદામાં 95 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના નવેમ્બર વાયદામાં 120 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી. એનર્જી ઈન્ડેક્સના વાયદામાં 178 લોટ્સનાં કામકાજ થયાં હતાં.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 60,403 સોદાઓમાં કુલ રૂ.3,986.30 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.48,000ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.48,149 અને નીચામાં રૂ.47,815 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.2 ઘટી રૂ.47,970ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની નવેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.17 વધી રૂ.38,536 અને ગોલ્ડ-પેટલ નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.2 ઘટી રૂ.4,781ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.64,602 ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.64,849 અને નીચામાં રૂ.64,297 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.305 વધી રૂ.64,637 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.310 વધી રૂ.64,808 અને ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.301 વધી રૂ.64,795 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં 9,287 સોદાઓમાં રૂ.1,665.85 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.20 ઘટી રૂ.204.40 અને જસત નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.45 વધી રૂ.274ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.95 વધી રૂ.732.85 અને નિકલ નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.6.1 વધી રૂ.1,495 તેમ જ સીસું નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.05 ઘટી રૂ.187ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં 18,993 સોદાઓમાં કુલ રૂ.1,444.40 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ નવેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,105ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,126 અને નીચામાં રૂ.6,078 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.67 વધી રૂ.6,120 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ નવેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.2.60 વધી રૂ.417.90 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝમાં 2,312 સોદાઓમાં રૂ.251.76 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,753ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1779 અને નીચામાં રૂ.1752 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.50.50 ઘટી રૂ.1,757 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર નવેમ્બર વાયદો 100 કિલોદીઠ રૂ.18,050ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.18,050 અને નીચામાં રૂ.17,761 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.8 ઘટી રૂ.17,968ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ નવેમ્બર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,101.60ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1115.10 અને નીચામાં રૂ.1101 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.0.40 વધી રૂ.1112.30 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.7.30 ઘટી રૂ.932.40 અને કોટન નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.30 વધી રૂ.32,720 બોલાઈ રહ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 14,159 સોદાઓમાં રૂ.2,416.69 કરોડનાં 5,035.994 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 46,244 સોદાઓમાં કુલ રૂ.1,569.61 કરોડનાં 242.430 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.218.39 કરોડનાં 10,705 ટન, જસતના વાયદાઓમાં રૂ.178.08 કરોડનાં 6,540 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.768.70 કરોડનાં 10,482.500 ટન, નિકલના વાયદાઓમાં રૂ.455.83 કરોડનાં 3,064.500 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.44.85 કરોડનાં 2,405 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 8,725 સોદાઓમાં રૂ.726.75 કરોડનાં 11,91,300 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 10,268 સોદાઓમાં રૂ.717.65 કરોડનાં 1,72,15,000 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 3 સોદાઓમાં રૂ.0.21 કરોડનાં 24 ટન અને કોટનના વાયદાઓમાં 1,155 સોદાઓમાં રૂ.117.32 કરોડનાં 36025 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 114 સોદાઓમાં રૂ.5.65 કરોડનાં 60.48 ટન, રબરના વાયદાઓમાં 47 સોદાઓમાં રૂ.0.90 કરોડનાં 50 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 993 સોદાઓમાં રૂ.127.68 કરોડનાં 11,540 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 14,969.287 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 612.078 ટન, એલ્યુમિનિયમમાં 18,295 ટન, જસત વાયદામાં 6,875 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 14,460 ટન, નિકલ વાયદામાં 2,614.5 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 5,455 ટન, ક્રૂડ તેલમાં 6,91,700 બેરલ અને નેચરલ ગેસમાં 72,98,750 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 124 ટન, કોટનમાં 134950 ગાંસડી, મેન્થા તેલમાં 377.64 ટન, રબરમાં 73 ટન, સીપીઓમાં 72,130 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,447 સોદાઓમાં રૂ.121.42 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 754 સોદાઓમાં રૂ.61.46 કરોડનાં 854 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 516 સોદાઓમાં રૂ.45.79 કરોડનાં 554 લોટ્સના વેપાર થયા હતા, જ્યારે એનર્જી ઈન્ડેક્સના વાયદામાં 177 સોદામાં રૂ.14.17 કરોડનાં 178 લોટ્સનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 138 લોટ્સ, બુલડેક્સ વાયદામાં 1,595 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,340 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ નવેમ્બર વાયદો 14,380ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,430 અને નીચામાં 14,335ના સ્તરને સ્પર્શી, 95 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 13 પોઈન્ટ વધી 14,384ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ નવેમ્બર વાયદો 16,557ના સ્તરે ખૂલી, 120 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 26 પોઈન્ટ વધી 16,569ના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 25,331 સોદાઓમાં રૂ.2,452.59 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.396.78 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.84.17 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,971.64 કરોડનાં કામકાજ થયાં હતાં.
