મુંબઈ
ક્રિપ્ટોકરન્સીના ઊંચા વળતરને જાેતા હવે ભારતમાં પણ તેનો ક્રેઝ વધવા લાગ્યો છે. દેશના સૌથી મોટા ક્રિપ્ટો એક્સચેન્જ ઉટ્ઠડૈઠિ એ અહેવાલ આપ્યો છે કે એક્સચેન્જ દ્વારા તેનું ટ્રેડિંગ વોલ્યુમ એક વર્ષમાં ૧૮ ગણાથી વધુ વધ્યું છે. આ સાથે એક્સચેન્જ પર યુઝર સાઈનઅપ્સમાં પણ જાેરદાર ઉછાળો આવ્યો છે અને યુઝર બેઝ વધીને ૧૦ મિલિયન થઈ ગયો છે. વેપાર વધવાની સાથે એવી આશંકા પણ વધી છે કે છેતરપિંડી કરનારા હવે વધુને વધુ લોકોને પોતાનો શિકાર બનાવી શકે છે.કોરોના મહામારી વચ્ચે ક્રિપ્ટોકરન્સી સૌથી વધુ ચર્ચામાં રહી છે. આ વર્ચ્યુઅલ કરન્સીએ મોટી સંખ્યામાં રોકાણકારોને માલામાલ બનાવ્યા છે પરંતુ ઓછા સમયમાં મોટી કમાણી કરવાના ચક્કરમાં રોકાણકારોના પૈસા ડૂબી પણ રહ્યા છે. તમને જણાવી દઈએ કે વર્ષ ૨૦૨૧માં ઠગ એટલે કે સ્પામર્સે ક્રિપ્ટો રોકાણકારો પાસેથી ૫૮,૦૦૦ કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી હતી. બ્લોકચેન એનાલિસિસ ફર્મ ચેઇન એનાલિસિસનો તાજેતરનો અહેવાલ દર્શાવે છે કે ક્રિપ્ટોકરન્સી બિઝનેસમાં નાણાકીય કૌભાંડોની સંખ્યા ૫૦ ટકાથી વધુ વધીને ૨૦૨૧માં ૩,૩૦૦ને વટાવી ગઈ છે. વર્ષ ૨૦૨૦માં છેતરપિંડીના કેસોની સંખ્યા ૨૦૫૨ હતી. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (દ્ગઝ્રમ્) ભારતમાં ક્રિપ્ટોકરન્સીના વ્યવહારોની તપાસ કરી રહી છે. આ ચલણની આડમાં ડ્રગ્સનો વેપાર થતો હોવાની આશંકા છે. છેતરપિંડી કરનારા સ્પામર્સ આ વર્ષે રોકાણકારોની ક્રિપ્ટોકરન્સીના ૭.૭ અબજ ડોલર મૂલ્યની વિશ્વમાંથી ઉઠાંતરી કરી છે. આ સમય દરમિયાન રોકાણકારોને સૌથી વધુ ફટકો રાગપુલ દ્વારા થયો હતો. વાસ્તવમાં ઇટ્ઠખ્તॅર્ર્ઙ્મ એક એવી રીત છે કે જેમાં નવી ક્રિપ્ટોકરન્સીના ડેવલોપર્સ લોકોને રોકાણ કરાવી પછી અચાનક ગાયબ થઈ જાય છે. રિપોર્ટ અનુસાર આ વર્ષે ક્રિપ્ટો કૌભાંડોમાં ઇટ્ઠખ્તॅર્ર્ઙ્મનો હિસ્સો ૨.૮ અબજ ડોલર છે. આ આંકડો તમામ પ્રકારના ક્રિપ્ટોકરન્સી કૌભાંડોના ત્રીજા ભાગ કરતાં વધુ છે. વર્ષ ૨૦૨૧માં વિશ્વની લોકપ્રિય ક્રિપ્ટોકરન્સી બિટકોઈન અને ઈથેરિયમના ભાવમાં ભારે ઉછાળો જાેવા મળ્યો હતો. આ સાથે તેમાં રોકાણ સાથે સંકળાયેલા જાેખમમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ક્રિપ્ટો કરન્સી ભારત સહિત તમામ મોટા દેશોમાં નિયંત્રિત નથી. દેખીતી રીતે કોઈપણ સરકારી સંસ્થામાં ફરિયાદની જાેગવાઈ નથી. આવી સ્થિતિમાં ક્રિપ્ટોમાં રોકાણ કરતી વખતે વધુ સાવચેત રહેવાની જરૂર છે.