મુંબઇ
ક્રુતિ રાતના જુહુ એરિયામાં હતી ત્યારે કેટલાક તસવીરકારોએ તેને જાેઇ હતી અને તેની તસવીર અને વીડિયો લીધો હતો. ક્રુતિને ચાલવામાં તકલીફ પડી રહી હતી, જાેકે તેણે પાપારાત્ઝીઓને જાેઇને સ્માઇલનો પોઝ આપ્યો હતો. જાેકે ક્રુતિને ઘૂંટણ પર કઇ રીતે ઇજા થઇ છે તે જાણવા મળ્યું નથી. ક્રુતિ પોતાની ફિલ્મના શૂટિંગ કરી રહી છે. જાેકે એક રિપોર્ટના અનુસાર, ક્રુતિને ડોકટરોએ આરામ કરવાની સલાહ આપી છે. ક્રુતિ સેનોન શુક્રવારે રાતના મુંબઇના જુહુ પર સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયા તેણે ઘૂંટણ પર નીકેપ પહેરેલી હતી અને તેને ચાલવામાં બહુ તકલીફ થતી હતી. જે તસવીરો સોશિયલ મીડિયા પર જાેવા મળી હતી.
