મુંબઈ
એક મોટા સુધારા અંતર્ગત સરકારે બેંક ડિપોઝિટ વીમા કવર ૧ લાખ રૂપિયાથી વધારીને ૫ લાખ રૂપિયા કર્યું છે. થાપણ વીમા મર્યાદાને બેંક દીઠ થાપણકર્તા દીઠ રૂ. ૫ લાખ સુધી વધાર્યા બાદ નાણાકીય વર્ષના અંત સુધીમાં સંપૂર્ણ સુરક્ષિત ખાતાઓની સંખ્યા ૯૮.૧ ટકા વધી ગઇ છે. આ ૮૦ ટકાના આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક કરતાં ઘણું વધારે છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં એક લાખથી વધુ થાપણદારો ના વર્ષોથી ફસાયેલા નાણા પરત મળ્યા છે. જેની રકમ ૧૩૦૦ કરોડ રૂપિયાછથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ‘ડિપોઝિટ ફર્સ્ટઃ ગેરેન્ટેડ ટાઇમ-બાઉન્ડ ડિપોઝિટ ઇન્શ્યોરન્સ પેમેન્ટ રૂ. ૫ લાખ સુધી’ થીમ પર આધારિત એક કાર્યક્રમમાં આ સંબોધન કર્યુ હતુ.જેણે ૧૦૦ વર્ષની સૌથી મોટી દુર્ઘટનામાં પણ ભારતની બેંકિંગ સિસ્ટમને સરળતાથી ચલાવવામાં મદદ કરી છે. જ્યારે વિશ્વના સમર્થ દેશો પણ તેમના નાગરિકોને મદદ પૂરી પાડવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા, ત્યારે ભારતે ઝડપી ગતિએ દેશના લગભગ દરેક વર્ગને સીધી મદદ કરી. અહીં સમસ્યા માત્ર બેંક ખાતાની જ નથી, પરંતુ છેવાડાના ગામડાઓમાં બેંકિંગ સેવાઓ સુધી પહોંચવાની પણ હતી. તેમણે કહ્યું કે આજે દેશના લગભગ દરેક ગામમાં ૫ કિમીની ત્રિજ્યામાં બેંક શાખા અથવા બેંકિંગ સંવાદદાતાની સુવિધા છે. તેમણે કહ્યું કે આજે ભારતનો સામાન્ય નાગરિક ગમે ત્યારે, ગમે ત્યાં, સાત દિવસ, ૨૪ કલાક ડિજિટલ રીતે નાનામાં નાના ટ્રાન્ઝેક્શન પણ કરી શકે છે. થોડા વર્ષો પહેલા સુધી જે લોકો ભારતની ક્ષમતામાં અવિશ્વાસ રાખતા હતા તેઓ તેના વિશે વિચારવાનું તો દૂર તેની મજાક ઉડાવતા હતા. પીએમ મોદીએ આ કાર્યક્રમમાં કહ્યું કે આજનો દિવસ દેશ માટે બેંકિંગ ક્ષેત્ર અને દેશના કરોડો બેંક ખાતાધારકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે આજના કાર્યક્રમમાં જે નામ આપવામાં આવ્યું છે તેમાં ડિપોઝિટર્સ ફર્સ્ટની ભાવના રાખવી તે વધુ સચોટ બની રહી છે. મોદીએ વધુમાં કહ્યું કે દાયકાઓથી ચાલી રહેલી એક મોટી સમસ્યાને કેવી રીતે હલ કરવામાં આવી, આજે તે સાક્ષી છે. તેમણે કહ્યું કે કોઈપણ દેશ સમસ્યાઓને સમયસર ઉકેલીને જ તેને વધુ ખરાબ થતા બચાવી શકે છે. પરંતુ વર્ષોથી સમસ્યાઓ ટાળવાની વૃત્તિ હતી. પીએમ મોદીએ કહ્યું કે આજનો નવો ભારત સમસ્યાઓના ઉકેલ પર ભાર આપે છે, આજે ભારત સમસ્યાઓને ટાળતું નથી. તેમણે કહ્યું કે તેનો અર્થ એ છે કે જાે બેંક ડૂબી જાય તો થાપણદારોને માત્ર એક લાખ રૂપિયા જ મળે તેવી જાેગવાઈ હતી. આ નાણાં પણ ક્યારે મળશે તેની કોઈ સમય મર્યાદા ન હતી. મોદીએ કહ્યું કે ગરીબોની ચિંતાને સમજીને, મધ્યમ વર્ગની ચિંતાને સમજીને તેમણે આ રકમ ફરીથી વધારીને ૫ લાખ રૂપિયા કરી. મોદીએ કહ્યું કે આપણા દેશમાં બેંક ડિપોઝિટર્સ માટે વીમાની સિસ્ટમ ૬૦ના દાયકામાં બનાવવામાં આવી હતી. અગાઉ બેંકમાં જમા રકમમાંથી માત્ર ૫૦ હજાર રૂપિયા સુધીની રકમની જ ગેરંટી આપવામાં આવતી હતી. પછી તેને વધારીને એક લાખ રૂપિયા કરવામાં આવી. તેમણે કાયદામાં સુધારો કરીને બીજી સમસ્યા ઉકેલવાનો પ્રયાસ કર્યો છે, એમ તેમણે જણાવ્યું હતું. મોદીએ વધુમાં કહ્યું કે પહેલા જ્યાં રિફંડ માટે કોઈ સમય મર્યાદા ન હતી, હવે અમારી સરકારે તેને ૯૦ દિવસ એટલે કે ૩ મહિનાની અંદર ફરજિયાત બનાવી દીધું છે. એટલે કે, બેંક ડૂબવાની સ્થિતિમાં પણ, થાપણદારોને તેમના પૈસા ૯૦ દિવસમાં પાછા મળી જશે. દેશની સમૃદ્ધિમાં બેંકોની મોટી ભૂમિકા છે અને બેંકોની સમૃદ્ધિ માટે થાપણદારોના પૈસા સુરક્ષિત રહે તે પણ એટલું જ જરૂરી છે. તેમણે કહ્યું કે જાે બેંકને બચાવવી હોય તો થાપણદારોને સુરક્ષા આપવી પડશે. તેમણે કહ્યું કે વર્ષોથી, ઘણી નાની જાહેર ક્ષેત્રની બેંકોને મોટી બેંકો સાથે મર્જ કરીને તેમની ક્ષમતા અને પારદર્શિતા દરેક રીતે મજબૂત કરવામાં આવી છે. જ્યારે આરબીઆઈ સહકારી બેંકો પર નજર રાખે છે, ત્યારે તે તેમનામાં સામાન્ય થાપણદારોનો વિશ્વાસ પણ વધારશે.


