Maharashtra

‘ગંગુબાઇ કાઠિયાવાડી’માં આલિયા ભટ્ટના બે ગરબા-ગીત

મુંબઈ
સંજય લીલા ભણસાલી નિર્મિત-દિગ્દદર્શિત ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ફિલ્મીમાં આલિયા ભટ્ટનાં અભિનયમાં એક નહીં, પણ બે ગરબા નૃત્યદ-ગીતનો સમાવેશ કરવામાં આવ્યો છે. ફિલ્માનું ટ્રેલર હજી બહાર પાડવામાં આવ્યું નથી. દર્શકો એની આતુરતાપૂર્વક રાહ જાેઈ રહ્યાં છે. બંને ગરબા ગીત કોરિયોગ્રાફર કૃતિ મહેશ મિદ્યાએ નૃત્યધબદ્ધ કરાવ્યાંર છે. કૃતિએ જ ‘પદ્માવત’ફિલ્મ માં ‘ઘૂમર’ગીતની કોરિયોગ્રાફી માટે ૨૦૧૯માં બેસ્ટ કોરિયોગ્રાફરનો રાષ્ટ્રીય એવોર્ડ જીત્યોન હતો. કૃતિ મિદ્યાએ કહ્યું કે, આલિયા ભટ્ટે ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ના બંને ગરબા ગીતના ડાન્સ?માં એનો પૂરો જાન રેડી દીધો હતો. ગરબા ગીતનું શૂટિંગ ચાલુ હતું એ દરમિયાન જ આલિયાને કોરોના બીમારી લાગુ પડી હતી અને શૂટિંગ રદ કરવું પડ્યુંં હતું. સાજી થઈ ગયાં બાદ આલિયાએ બંને ગરબા ગીતનું શૂટિંગ પૂરું કરી દીધું હતું. ગુજરાતમાં જુદા જુદા ભાગોમાં અલગ અલગ રીતે ગરબા ગવાય છે, રમાય છે. મુંબઈમાં તો એના કરતાં સાવ અલગ પ્રકારના જ ગરબા રમાય છે. કાઠિયાવાડી સ્ટા ઈલના ગરબા અત્યંતત અલગ પ્રકારના હોય છે. એમાં લોકો જે રીતે શરીરને વાળે છે અને તાળી પાડે છે એ અત્યં્‌ત રસપ્રદ છે. અમે એ પ્રકારનું બારીકાઈથી નિરીક્ષણ-અભ્યાતસ કર્યા પછી ગરબા-ગીતોનું શૂટિંગ કરાવ્યુંછ હતું.

aliya-bhatt-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *