મુબઈ
પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીર નો જન્મદિવસ છે. ૧૪ ઓક્ટોબર, ૧૯૮૧ ના રોજ દિલ્હીમાં જન્મેલા ગૌતમ ગંભીર આજે ૪૦ વર્ષના થઈ ગયા છે. ગૌતમ ગંભીર ભારતીય ક્રિકેટમાં ધોની-વિરાટ કોહલી જેવુ મોટુ નામ ન હોઈ શકે, પરંતુ આ ખેલાડીએ ટીમ ઇન્ડીયા માટે બે વર્લ્ડ કપ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. ગૌતમ ગંભીરે ૨૦૦૭ ટી૨૦ વર્લ્ડ કપ (્૨૦ ઉર્ઙ્મિઙ્ઘ જીેॅ) અને ૨૦૧૧ વનડે વર્લ્ડ કપની અંતિમ મેચોમાં શ્રેષ્ઠ ઇનિંગ રમીને ટીમ ઇન્ડીયાને ચેમ્પિયન બનાવી હતી. ગૌતમ ગંભીરની કારકિર્દી અને તેના જન્મદિવસ પર જીવન વિશે ૧૦ મહત્વની બાબતો જાણો
