મુંબઈ
સોશિયલ મીડિયા યૂઝર્સને જ્હાન્વી કપૂરની આ હોટ તસવીર ખૂબ પસંદ આવી રહી છે અને અત્યાર સુધીમાં લાખોમાં લાઇક્સ મળી ચૂકી છે. આ સાથે સારા અને જ્હાન્વીની તસવીરો પણ સોશિયલ મીડિયામાં ટોકિંગ પોઇન્ટ બની છે. શોમાં સારા અને જ્હાન્વી કપૂર રણવીરસિંહ સાથે મસ્તી કરતા જાેવા મળી રહ્યાં છેરણવીરસિંહ સ્ટાટર શૉ ‘ધ બિગ પિક્ચર’ના સેટ પર બોલિવૂડની બે ગોર્ઝિયસ ગર્લ સારા અલી ખાન અને જ્હાન્વી કપૂર જાેવા મળી હતી. સારા અને જ્હાન્વીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી શોમાં પહેરેલા આઉટફિટ સાથેની તસવીરો શેર કરી હતી.જે શેર કરતાની સાથે સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ હતી. જ્હાન્વી કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ અને ટિ્વટર પર પિંક વન પીસમાં ક્લિક કરેલી તસવીર શેર કરીને સોશિયલ મીડિયામાં ટોકિંગ પોઇન્ટ બની હતી. જ્હાન્વી કપૂરે શેર કરેલી તસવીરમાં તે મિરર પિંક વન પીસમાં દેખાઈ રહી છે. પોતાના લૂકને પરફેક્શન આપવા માટે જ્હાન્વી કપૂરે ઓપન હેર અને મિનિમમ મેકઅપ કર્યો છે.


