Maharashtra

ટિ્‌વટરના નવા સીઈઓ આઈઆઈટી બોમ્બેના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે

મુંબઈ
આઈઆઈટી બોમ્બેએ તેના ભૂતપૂર્વ વિદ્યાર્થી પરાગ અગ્રવાલને ખ્યાત માઈક્રોબ્લોગિંગ વેબસાઈટ ટિ્‌વટરના સીઈઓ બનાવાતાં શુભકામનાઓ આપી હતી. એ સમયે તેના શિક્ષકોએ કહ્યું કે, ‘ફોકસ’ અને ‘ઈનોવેશન’ ને કારણે જ તેને આ ઉપલબ્ધિ હાંસલ થઈ છે. પહેલેથી જ તેની ‘ડાઉટ સોલ્વિંગ’ (શંકા નિરસન) ની ક્ષમતા ઉત્તમ હતી. ડૉ.અગ્રવાલે બીટેક આઈઆઈટી બોમ્બે થી ૨૦૧૫માં કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનીયરીંગમાં બી.ટેક કર્યું હતું. સંસ્થાના કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનીયરીંગ વિભાગના પ્રોફેસરના જણાવ્યાનુસાર, પરાગ અગ્રવાલ એક વિશેષ (ટિપિકલ) ટૉપર હતો. તે ખૂબજ વ્યવસ્થિત અને સારી વર્તણૂંક ધરાવતો વિદ્યાર્થી હતો. તેમણે કહ્યું કે, અમારી પાસે આખા દેશમાંથી ટૉપર આવે છે અને તેમની વચ્ચે ટૉપ કરવું (અવ્વલ આવવું) એ વિશેષ ક્ષમતા માગી લે છે. આઈઆઈટીમાં રજત પદકથી સમ્માનિત પરાગ અગ્રવાલને ૨૦૧૯માં યંગ એલ્યુમિનાઈ અચીવર એવોર્ડથી પણ સમ્માનિત કરાયા હતા. પરાગ અગ્રવાલે મુંબઈની એટોમિક એનર્જી જૂનિયર કૉલેજથી ૧૧મું અને ૧૨મું (૧૯૯૯-૨૦૦૧) કર્યું હતું. તે કૉલેજના પ્રિન્સિપાલે એક મુલાકાતમાં જણાવ્યામુજબ, પરાગનું લક્ષ્ય પહેલેથી જ આઈઆઈટી તરફનું હતું. પરાગે વિજ્ઞાાન સાથે વ્યવસાયિક શિક્ષણ અને ઈલેક્ટ્રોનિક્સ વિષય પસંદ કર્યા હતા. પરાગના પ્રોજેક્ટમાં પણ કાયમ અલગતા દેખાતી. તેણે આઈઆઈટી મુંબઈમાં એડમિશન લઈ તેના સ્વપ્નનૂ પૂર્તિ કરી.

Parag-Agrawal.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *