Maharashtra

ટોપ-૨માં સ્થાન મેળવવાની આશા જીવંત રાખવાના ટાર્ગેટ સામે બેંગ્લોર રમશે

મુંબઈ
સતત પરાજયના કારણે પ્લે ઓફમાંથી ટીમ બહાર થઈ ચૂકી છે તેથી તે મોટી ટીમોના સમીકરણ બગાડી શકે છે. હૈદરાબાદ તેની બાકીની બંને મેચમાં વિજય મેળવીને સિઝનનો સકારાત્મક અંત લાવવાનો પ્રયાસ કરશે. બેટિંગ હૈદરાબાદનું સૌથી મોટું નબળું પાસું રહ્યું છે. જાેની બેરિસ્ટોની ગેરહાજરીના કારણે તેની બેટિંગ વધારે નબળી પડી છે. ઓલરાઉન્ડર જેસન હોલ્ડરે તમામને પ્રભાવિત કર્યા છે.પ્લે ઓફમાં સ્થાન નિિૃત કર્યા બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ ટોપ-૨ ટીમમાં સ્થાન મેળવવાની આશાને જીવંત રાખવા માટે બુધવારે આઇપીએલ ટી૨૦ લીગના મુકાબલામાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે મોટા ર્માજિનથી વિજય મેળવવાના પ્રયાસ કરશે. પોતાનું પ્રથમઔઆઇપીએલ ટાઇટલ જીતવાનો પ્રયાસ કરી રહેલી બેંગ્લોરની ટીમ અત્યારે ૧૨ મેચમાં ૧૬ પોઇન્ટ સાથે ત્રીજા ક્રમે છે.. હૈદરાબાદ સામે વિજય મેળવીને બેંગ્લોરની ટીમ શુક્રવારે દિલ્હી સામે રમાનારા મુકાબલા માટે પોતાના આત્મવિશ્વાસને વધારે મજબૂત કરશે. જાે બેંગ્લોર બંને મેચ જીતી લેશે તો તેના ૨૦ પોઇન્ટ થશે અને ટોપ-૨માં સ્થાન મેળવવાની તેની સંભાવનાઓ વધી જશે. યુએઇ ખાતે શરૃ થયેલાઔઆઇપીએલના બીજા તબક્કામાં બેંગ્લોરે કોલકાતા અને ચેન્નઇ સામે હાર્યા બાદ વધારે સારો દેખાવ કરીને સતત ત્રણ વિજય હાંસલ કરીને પ્લે ઓફમાં સ્થાન મેળવ્યું છે. સુકાની કોહલી હજુ સુધી કોઈ મોટી ઇનિંગ રમી શક્યો નથી પરંતુ તે સારી રિધમમાં જણાય છે. તેના યુવા સાથીદાર દેવદત્ત પડિક્કલે પણ સારી ભૂમિકા અદા કરી છે પરંતુ ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલનું પ્રદર્શન પ્રભાવશાળી રહ્યું છે. તેણે સતત ત્રણ અડધી સદી ફટકારી છે. છેલ્લી મેચમાં તેણે ૩૩ બોલમાં ૫૭ રન ફટકાર્યા હતા જેના કારણે બેંગ્લોરે ૧૬૪ રનનો સ્કોર નોંધાવ્યો હતો. ડીવિલિયર્સને આ વખતે વધારે કોઈ તક મળી નથી જેના કારણે અંદાજાે આવી જાય છે કે, બેંગ્લોરની બેટિંગ આ વખતે વધારે મજબૂત છે. બોલર્સે પણ શાનદાર દેખાવ કર્યો છે. સિરાજ, જ્યોર્જ ગાર્ટન, હર્ષલ પટેલ તથા સ્પિનર યુજવેન્દ્ર ચહલ સારી ભૂમિકા અદા કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *