Maharashtra

ડાન્સ કરવા માટેનું કોઈ કારણ નથી હોતું ઃ અલ્પના બુચ

મુંબઈ
અલ્પના બુચે પણ ડાન્સનો વીડિયો શેર કર્યો છે અને લખ્યું છે ‘ડાન્સ કરવા માટેનું કોઈ કારણ નથી હોતું. માત્ર ફ્લોર, મ્યૂઝિક અને એક તક…’ અગાઉ એક ઈન્ટરવ્યૂમાં અલ્પના બુચના વખાણ કરતાં રૂપાલી ગાંગુલીએ કહ્યું હતું કે ‘તેઓ અદ્દભુત એક્ટ્રેસ અને સારા વ્યક્તિ છે. તેઓ મારી બહેન જેવા છે. તેઓ એક મજબૂત મહિલા છે’. અલ્પના બુચે કહ્યું હતું કે, ‘રૂપાલી (અનુપમા) મને ખૂબ વ્હાલી છે. અમે એકબીજા માટે ખૂબ લાગણી ધરાવીએ છીએ, ખાસ કરીને લોકડાઉન પછીથી. અમને સેટ પર જરાપણ એવું નથી લાગતું કે અમે અમારા અસલી પરિવારથી દૂર છીએ. અમે અમારું ભોજન, ગોસિપ, સમસ્યાઓ અને બીજું ઘણું એકબીજા સાથે વહેંચીએ છીએ. અમે લાંબા સમયથી કામ કરી રહ્યા છીએ ત્યારે રૂપાલી મારી અસલ વહુ જેવી બની ગઈ છે. હું તેને વિવિધ બાબતોની સમજણ આપું છું અને તેનું ધ્યાન રાખું છું’.અનુપમાનું પાત્ર ભજવી રહેલી રૂપાલી ગાંગુલી અને બાનું પાત્ર ભજવી રહેલા અલ્પના બુચ વચ્ચે ભલે ઓન-સ્ક્રીન ઝઘડા થતા રહેતા હોય પરંતુ ઓફ-સ્ક્રીન બંને વચ્ચે ખૂબ સારું બને છે. બંને એક્ટ્રેસના સોશિયલ મીડિયા પર પણ તેની ઝલક જાેવા મળે છે. રૂપાલી ગાંગુલી અલ્પના બૂચને બહેન માને છે અને કેમેરા બંધ થતાં જ મસ્તી અને વાતોમાં લાગી જાય છે. રૂપાલી ગાંગુલીએ ઈન્સ્ટાગ્રામ પર અલ્પના બુચ, શોની લેખિકા અને ટીમના અન્ય સભ્યો સાથેનો વીડિયો શેર કર્યો છે. જેમાં બધા ‘ઈશ્ક તેરા તડપાવે’ સોન્ગ પર કોઈ તેમને જાણે જાેઈ નથી રહ્યું તે રીતે ડાન્સ કરી રહ્યા છે. રૂપાલી ગાંગુલી હંમેશાની જેમ સાડીમાં છે જ્યારે અલ્પના બુચ સાદા ડ્રેસમાં છે. ગર્લ્સે કરી. ડીજે અને ડાન્સ ફ્લોરના વસૂલ કરવાના હતા પરંતુ તેઓ તે જ બિલ્ડિંગમાં રહેતા હોવાથી અને મારા વગર લાંબા સમય સુધી રહી ન શકતા હોવાથી તેઓ પણ આવ્યા હતા અને ડાન્સ પાર્ટીમાં જાેડાયા હતા. ભાવના વ્યાસ પણ સાથે હતા..અમારા ડાન્સિગ ક્વીન…’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *