Maharashtra

ડિજીટલ પ્લેટફોર્મ આશીર્વાદ સમાન છે ઃ રણવીર શૌરી

મુંબઈ
અભિનેતા રણવીર શૌરી પોતાના અભિનયથી અલગ જ ઓળખ ધરાવે છે. જલંધર પંજાબનો આ અભિનેતા વર્ષ ૨૦૨૦થી ફિલ્મોમાં કામ કરી રહ્યો છે. ટીવી પરદે પણ તેણે ઘણા વર્ષો સુધી કામ કર્યુ હતું. એ પછી તેની ફિલ્મી પરદે એન્ટ્રી થઇ હતી. તે સ્પષ્ટ કહે છે કે મને એકસરખું કામ કરનારા લીડ એકટર બનવામાં જરાપણ રસ નથી. તેણે ‘લક્ષ્ય’, ‘ભેજાફ્રાય’ અને ‘ખોસલા કા ઘોસલા’ જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. તેને હંમેશાં અલગ-અલગ પાત્ર ભજવવા જ ગમે છે. તે હવે ડિજિટલ પ્લેટફોર્મ પર પણ ખુબ સારૂ કામ કરી રહ્યો છે. રણવીર શૌરીએ કહ્યું કે મને જુદાં-જુદાં પાત્રોમાં જુદી-જુદી વ્યકિત બનવાની ઇચ્છા છે. આ મારી ગેમ છે અને પડકાર પણ છે. મારા જેવા વ્યકિત માટે ડિજીટલ પ્લેટફોર્મ આશીર્વાદ સમાન છે. અહિ ખુબ સારા પાત્રો લખવામાં આવી રહ્યા છે. મુંબઇકર અને ટાઇગર-૩ તેની આવનારી ફિલ્મો છે. છેલ્લે તે સનફલાવર સિરીઝમાં ઇન્સ્પેકટરના રોલમાં દેખાયો હતો.

Ranveer-Shorey-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *