Maharashtra

ડ્રગ્સની માત્રા જાણવા બ્લોટર પેપરનું વજન જરૂરી ઃ હાઇકોર્ટ

મુંબઈ,
બ્લોટર પેપર પર મૂકાયેલું એલએસડી જીભ પર રાખીને ગ્રાધ્ર થઇ શકે છે. આથી તેના થકી દ્રવ્ય ગળી શકાય છે. અને સેવનની આ એક પદ્ધતિ છે. બ્લોટર પેપરને ચાટી શકાય અથવા પાણીના ગ્લાસમાં મૂકી શકાતું હોવાથી વજન નક્કી કરવા તેને બાકાત રાખવું એવો અર્થ નથી થતો, એમ કોર્ટે નોંધ્યું હતું. ગેરકાયદે ડ્રગ ક્યારેય તેના મૂળ સ્વરૃપમાં વેચાતું નથી તેને જીલેટિન અથવા બ્લોટર પેપરમાં રાખીને અથવા અન્ય પદાર્થ સાથે ભેળવીને વેચાય છે જે આ કેસમાં બન્યું છે, એમ પણ કોર્ટે નોંધ્યું હતું. વિશેષ કોર્ટનો આદેશ રદ કરીને હાઇ કોર્ટે એનસીબીને ગુજરાતના ગાંધીનગરની લેબમાં એક સપ્તાહની અંદર બ્લોટ પપર પણ મોકલવા નિર્દેશ આપ્યો છે જેની દરેક બ્લોટર પેપરમાં એલએલડી છે કે નહી તે જાણી શકાય. એનસીબીએ કેશવાની પાસેથી વિવિધ કલરના ૩૨ બ્લોટર પેપરો જપ્ત કર્યા હતા. લેબમાં રેન્ડમ ટેસ્ટ કરાઇ હતી અને કન્ફર્મ કર્યું હતું કે તેમાં એલએસડી છે. જાે કે લેબે તમામ ૩૨ બ્લોટર પેપર તપાસ્યા હતા કે નહી એ સ્પષ્ટ નથી થયું.બોમ્બે હાઇ કોર્ટે ચુકાદો આપ્યો છે કે જપ્ત પ્રતિબંધિત દ્રવ્ય બ્લોટર પેપરનું વજન પણ દ્રવ્યનો અવિભાજીત હિસ્સો છે અને નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોવિક સબ્સ્ટેન્સીસ (એનડીપીએસ) એકટ હેઠળ કમર્શીયલ માત્રા નક્કી કરવા લિસર્જિક એસિડ ડાયથાઇલામાઇડ (એલએસડી)નું વજન કરવામાં તેનો સમાવેશ થવો જાેઇએ. ન્યા. રેવતી મોહિતે ઢેરેએ ઉક્ત નિરીક્ષણ કર્યું હતું. અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ સંબંધી ડ્રગ કેસમાં આરોપી અનુજ કેશવાનીના કેસમાં વિશેષ કોર્ટના આદેશ સામે એનસીબીની અપીલની સુનાવણી ચાલી રહી હતી. વિશેષ કોર્ટે એનસીબીને બ્લોટ પેપર વિના માત્ર કથિત એલએસડી ડ્રગનું વજન નક્કી કરવા નમૂના ગુજરાતની ફોરેન્સિક લેબમાં મોકલવાનો નિર્દેશ આપ્યો હતો.

Bombay-High-court.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *