મુંબઈ
ડ્રગ્સ કેસમાં પકડાયેલ આરોપી આર્યન ખાન ૮ ઓક્ટોબરે જેલમાં એન્ટ્રીની સાથે જ આર્યનના સંપૂર્ણપણે કપડાં ઉતારીને તેની તપાસ કરવામાં આવી. આ તમામ કવાયત એટલા માટે કરવામાં આવે છે કે જેથી ક્યાંક કોઈ કેદીએ પોતાની પાસે ડ્રગ્સ, ચાકુ, તાશનાં પત્તાં કે પછી અન્ય કોઈ પ્રતિબંધિત વસ્તુ તો છુપાવીને રાખી નથી ને. તપાસ બાદ આર્યનનાં કપડાં પાછાં આપી દેવામાં આવ્યાં અને તેને તેના વોર્ડમાં શિફ્ટ કરી દીધો. બપોરનું ભોજન કર્યા બાદ કેદીઓને અડધો કલાક સુધી બેરેકમાં ફરવાની મંજૂરી છે, પરંતુ હાલની સ્થિતિમાં બેરેકમાં એકબીજાને અથડાયા વગર તમે યોગ્ય રીતે ફરી પણ ન શકો. એવામાં આર્યનને પણ આ રીતે ૬ દિવસ કાપવા પડશે. બપોરે ૩ વાગ્યે બિલ્ડિંગનો દરવાજાે ખૂલે છે. એક બેરેકમાં ચાર દરવાજા હોય છે અને સામાન્ય રીતે માત્ર એક જ દરવાજાે ખોલવામાં આવે છે. આર્થર રોડની એક ઈમારતમાં ચાર બેરેક છે. ૩ઃ૩૦ વાગ્યે ચાનો સમય હોય છે, જેમાં કેદીઓ અડધો કલાક સુધી ઈમારતની અંદર આવેલી પરસાળમાં ફરી શકે છે કે આરામ કરી શકે છે. સાંજે ૬ વાગ્યે બિલ્ડિંગનો ગેટ બંધ થઈ જાય છે અને તમામ કેદીઓને પોતાના બેરેકમાં મોકલવામાં આવે છે. એ બાદ ફરીથી અટેન્ડન્સ લેવામાં આવે છે. સાંજ ૭ વાગ્યાની આસાપસ રાતના ભોજનનો સમય શરૂ થઈ જાય છે. આ સમયે ખાવાનું બુફેની જેમ નથી આપવામાં આવતું, તમામને એક વખત ખાવાનું પીરસી દેવામાં આવે છે. દરેક વખતે લાઈનમાં કેદીઓને ૧૫થી ૨૦ મિનિટ લાગે છે. કેટલાક કેદીઓ રાત્રે ૯ઃ૩૦ વાગ્યા સુધી ભોજન કરી શકે છે. આર્યનને પણ રાત્રે ૯ઃ૩૦ વાગ્યા સુધી પોતાનું ભોજન સમાપ્ત કરવાનું રહેશે. રાત્રે ૯ઃ૩૦ વાગ્યે આર્યનને સૂવા માટે જગ્યા દેખાડવામાં આવશે. આ જગ્યા સમયાંતરે બદલાતી રહે છે. સાંજે ૪થી ૬ વાગ્યા વચ્ચે આરોપીઓને કપડાં ધોવા કે પછી સ્નાન કરવાની છૂટ હોય છે. જેલમાં કેદીઓને નાહવા માટેની જગ્યા ઓપન છે. અહીં એક સિમેન્ટનું નાનકડું તળાવ જેવું હોય છે, જેમાં પાણી ભરાયેલુ રહે છે અને દરેક કેદીને આ પાણીથી નાહવા અને કપડાં ધોવાના રહે છે. સવારે પાણી ચોખ્ખું હોય છે, પરંતુ એક વખત જ્યારે લોકો સ્નાન કરવાનું શરૂ કરે છે, એ બાદ સમય જતાં એ ગંદું થઈ જાય છે. આર્યન પણ યોગ્ય સમયે નાહી ન શક્યો તો તેને ગંદા પાણીથી નાહવું પડશે. કેદીઓ અને આરોપીઓને જલદીથી સ્નાન કરવું પડે છે, કેમ કે ભીડ ઘણી હોય છે. આ ઉપરાંત નાહવાવાળી જગ્યાએ નાની-નાની ટેન્ક લગાડવામાં આવી છે, જ્યાં સવારે ૭થી ૧૦ અને સાંજે ૪થી ૬ વચ્ચે પાણી આવે છે. આ ટેન્કની સંખ્યા પણ ઓછી હોય છે અને દરેક કેદી પોતાનો વારો આવે એની રાહ જુએ છે. જેલ અધીક્ષક મુજબ આર્યનને કોઈ સ્પેશિયલ ટ્રીટમેન્ટ નથી આપવામાં આવતી, તેથી તેને પણ પોતાના વારા મુજબ જ ત્યાં જવું પડશે. એક બેરેક માટે ૫૦ શૌચાલય છે, જેમાંથી ૧૦ શૌચાલય બેરેકની અંદર બનાવવામાં આવ્યાં છે. શૌચાલયની અંદર નળની કોઈ જ વ્યવસ્થા નથી. કેદી કે આરોપીએ પાણીનો એક લોટો અંદર લઈ જવો પડે છે. અહીંનાં તમામ શૌચાલય ભારતીય શૈલીના છે અને મોટા ભાગે ઘણાં જ ગંદાં હોય છે. આર્યને આવા ગંદા ટોઇલેટનો ઉપયોગ કરવો પડશે. એક વખત બેરેકનો દરવાજાે બંધ થયા બાદ બહાર ન આવી શકો, એવામાં કેદીઓએ આ ૧૦ શૌચાલયનો જ ઉપયોગ કરવો પડે છે. આર્યને પણ આ ટોઇલેટનો જ ઉપયોગ કરવાનો રહેશે.ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસના આરોપી અને કિંગ ખાનના પુત્ર આર્યન હાલ તો ૨૦ ઓક્ટોબર સુધી મુંબઈની આર્થર રોડ જેલમાં જ રહેશે. મુંબઈના સ્પેશિયલ દ્ગડ્ઢઁજી કોર્ટે ગુરુવારે આ મામલાની સુનાવણી કરી હતી, જે બાદ પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. આર્યન આર્થર રોડ જેલમાં કેદી નંબર દ્ગ૯૫૬ બની ગયો છે. આજે જ ક્વોરન્ટીનનો પિરિયડ સમાપ્ત થયા બાદ આર્યનને ખાસ વોર્ડમાંથી જનરલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યો છે. આર્યનની સાથે ૫ અન્ય લોકોને પણ આ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. તેમણે આગામી ૬ દિવસ સુધી ૨૫૦થી વધુ લોકોની સાથે ઘણું જ કષ્ટદાયક જીવન વિતાવશે. સવારે ૬ વાગ્યે જેલ અધિકારી બેરેકમાં આવે છે અને કેદીઓને જગાડવા માટે પ્લેટ કે પછી સિટી વગાડે છે. એ બાદ તમામને લાઈનમાં બેસાડીને કે ક્યારેક ક્યારેક ઊભા કરીને અટેન્ડન્સ લે છે. આર્યનને પણ નિયમ મુજબ હવે ૬ વાગ્યે ઊઠવું પડશે. સવારે ૭ વાગ્યે તેને ચા અને નાસ્તામાં પૌંઆ કે શિરો આપવામાં આવશે. સવારે ૭થી ૧૦ વાગ્યાનો સમય સ્નાનનો હોય છે, આ દરમિયાન આર્યને પણ બ્રેકફાસ્ટ કરીને સ્નાન કરવાનું રહેશે. સ્પેશિયલ ક્વોરન્ટીન વોર્ડમાંથી જનરલ વોર્ડમાં શિફ્ટ થયા બાદ હવે આર્યનની ખરેખરની મુશ્કેલી વધશે. તેને જે વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યો છે ત્યાંની કેપિસિટી ૫૦થી ૮૦ લોકોની છે, પરંતુ હાલની સ્થિતિમાં ત્યાં ૩૦૦થી વધુ કેદીઓને એકસાથે રાખવામાં આવ્યા છે. આર્થર રોડ જેલના અધીક્ષક નીતિન વાયચલે કહ્યું હતું કે આર્યનને કોઈ સ્પેશિયલ ટ્રીટમેન્ટ નથી આપવામાં આવતી. આવી સ્થિતિમાં આર્યનને એક એવી જગ્યાએ ૬ દિવસ પસાર કરવા મુશ્કેલીભર્યા રહેશે, જ્યાં સૂતા સમયે પડખું ફેરવવું પણ મુશ્કેલ છે. દરેક બેરેકના એક ખૂણામાં મંદિર છે અને બીજા ખૂણામાં કુરાન રાખવામાં આવે છે.