મુંબઈ
ટીવી પરદેથી ફિલ્મી પરદે આવેલા અભિનેતાઓમાં રાઘવ જુયાલ પણ સામેલ છે. તેણે અલગ અલગ પાત્રો ભજવીને ચાહકોમાં સ્થાન મેળવ્યું છે. હવે તે ‘હસલ’ નામની ફિલ્મમાં ડાર્ક પાત્ર ભજવી રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે સંજય મિશ્રા, રણવીર શૌરી, તેજસ્વી સિંહ અહલાવત, તરણજિત કૌર અને ઇશ્તિયાક ખાન પણ છે. નિર્દેશન રવિ સિંહે કર્યુ છે. વારાણસીમાં આ ફિલ્મનું શૂટિંગ ડિસેમ્બરમાં શરૃ કરવામાં આવશે. ફિલ્મમાં પોતાના આ પાત્ર વિશે રાઘવે કહ્યું હતું કે ‘આ એવું પાત્ર છે જેને મેં કદી પણ નથી ભજવ્યું. તમે મને અલગ અવતારમાં જાેઇને ચોંકી જશો, કેમ કે હું ડાર્ક કેરેકટર ભજવી રહ્યો છું. મને એવું લાગે છે કે આ ફિલ્મ તમને રોલર-કોસ્ટર રાઇડ, સસ્પેન્સ અને થ્રિલની સાથે સીટ પર જકડી રાખશે. આ ફિલ્મનો કન્સેપ્ટ તદ્દન અનોખો છે. દરેક વ્યકિતની અંદર ડાર્ક સાઇડ હોય છે. ચાર જણાનાં જીવન પર અને જીવવા માટેના તેના સંઘર્ષ પર આ ફિલ્મ છે.
