મુંબઈ
બેંગ્લોરનો વિદેશી ખેલાડી મેક્સવેલ શાનદાર ફોર્મમાં છે અને પાંચ અડધી સદી વડે ૪૪૭ રન બનાવી ચૂક્યો છે. ડીવિલિયર્સ તેની ખ્યાતિ મુજબ બેટિંગ કરી રહ્યો નથી તે બેંગ્લોરનું નકારાત્મક પાસું રહ્યું છે. કોહલી અને પડિક્કલ આક્રમક શરૃઆત કરીને મિડલ ઓર્ડર માટે મોટા સ્કોરનો પાયો નાખે છે. બેંગ્લોરના બોલર્સનું પ્રદર્શન પ્રભાવશાળી રહ્યું છે. બીજી તરફ રિષભ પંતની દિલ્હીની ટીમ પાંચ મેચમાં ચાર મુકાબલા જીતી છે અને તેનો આત્મવિશ્વાસ પણ મજબૂત છે. ધવન ૧૩ મેચમાં ૫૦૧ રન બનાવી ચૂક્યો છે પરંતુ પૃથ્વી શોનું પ્રદર્શન ચિંતાજનક બન્યું છે. પેસ બોલર નોર્તઝે, રબાડા અને અવેશ ખાનની ત્રિપુટી ઘાતક સ્પેલ નાખીને હરીફ બેટ્સમેનોને હંફાવી રહ્યા છે. સ્પિનર અક્ષર પટેલ અને અશ્વિનને ધીમી પિચ ઉપર રમવું આસાન નથી.પ્લે ઓફમાં સ્થાન મેળવી ચૂકેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ છેલ્લી મેચમાં મળેલા પરાજયને ભૂલી જઈને અંતિમ રાઉન્ડ રોબિન લીગ મેચમાં ટોચના ક્રમે રહેલી દિલ્હી કેપિટલ્સને હરાવીને આઇપીએલના અંતિમ તબક્કા નોકઆઉટ માટેની પોતાની તૈયારીઓને અંતિમ ઓપ આપશે. દિલ્હીના ૨૦ પોઇન્ટ છે અને તેનું ટોચની બે ટીમોમાં રહેવું છે. હૈદરાબાદ સામે બુધવારે મળેલા પરાજયના કારણે બેંગ્લોરનું બીજા સ્થાને પહોંચવું મુશ્કેલ બન્યું છે. તેના ૧૬ પોઇન્ટ છે અને ચેન્નઇ કરતાં રનરેટ ઘણો નીચે છે. ચેન્નઇ અને પંજાબની મેચના પરિણામથી કોહલી બીજા સ્થાન માટે કયા સમીકરણથી રમવું તે કરી લેશે.
