Maharashtra

દિવાળી પહેલા અનેક ફિલ્મો અને વેબસીરીઝ આવી રહી છે

મુંબઈ
દિવાળી પહેલા અને ઑક્ટોબરના છેલ્લા શુક્રવારે ર્ં્‌્‌ પર ઘણી બધી શાનદાર ફિલ્મો અને સિરીઝ આવી રહી છે. હમ દો હમારી દો ડિઝની પ્લસ હોટસ્ટાર પર ૨૯ ઓક્ટોબરે રિલીઝ થવાની છે. રાજ કુમાર રાવ અને કૃતિ સેનન લીડ રોલ વાળી આ ફિલ્મ અભિષેક જૈન દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે. આ ફિલ્મના નિર્માતા દિનેશ વિઝન દ્વારા કરવામાં આવ્યું છે. જેમણે સ્ત્રી, બાલા, લુકા છુપી, રૂહી અને મીમી જેવી ફિલ્મો બનાવી છે. ફિલ્મમાં પરેશ રાવલ, રત્ના પાઠક અને અપારશક્તિ ખુરાના પણ જાેવા મળશે. કોલ માય એજન્ટ વેબસીરીઝ ૨૭ ઓક્ટોબરે નેટફ્લિક્સ પર આવી રહી છે. આ વેબસીરીઝની વાર્તા ડૂબતી ટેલેન્ટ મેનેજમેન્ટ કંપનીની આસપાસ ફરે છે. આ સિરીઝમાં રજત કપૂર, આહાના કુમરા, સોની રાજંદન લીડ રોલ નિભાવી રહ્યા છે. ગિરગિટ વેબ સિરીઝ સ્ઠ પ્લેયર પર ૨૭મી ઓક્ટોબરે રિલીઝ થશે. ગિરગિટની વાર્તા રણબીર અને જ્હાન્વી નામના કપલની આસપાસ ફરે છે. સંતોષ શેટ્ટી દ્વારા નિર્દેશિત આ ક્રાઈમ થ્રિલર વેબસીરીઝમાં તૃપ્તિ ખમકર, નકુલ રોશન સહદેવ, તાનિયા કાલરા અને અશ્મિતા જગ્ગી લીડ રોલમાં જાેવા મળશે. ઈમરાન હાશ્મી અને નિકિતા દત્તાની હોરર-થ્રિલર ડીબુક- ધ કર્સ ઈઝ રિયલ એમેઝોન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થવાની તૈયારીમાં છે. તે એઝરા નામની મલયાલમ ફિલ્મની ઓફિશિયલ રીમેક છે. એમેઝોન પ્રાઇમ વિડિયો પર સ્પોર્ટ્‌સ ડ્રામા સિરીઝ મેરેડોના-બ્લેસ્ડ ડ્રીમ ૨૯ ઓક્ટોબરે રિલીઝ થશે. જે ફૂટબોલ લિજેન્ડ ડિએગો મેરાડોનાની બાયોપિક છે. આફત-એ-ઇશ્ક ૨૯ ઓક્ટોબરે ઢીી૫ પર રિલીઝ થવાની છે. આ બ્લેક કોમેડીનું નિર્દેશન ઇન્દ્રજિત નટ્ટોજીએ કર્યું છે તો નેહા શર્મા લીડ રોલમાં છે. જ્યારે દીપક ડોબરિયાલ, અમિત સિયાલ, નમિત દાસ અને ઇલા અરુણ પણ લીડ રોલ નિભાવતા જાેવા મળશે. આ ફિલ્મ ૨૦૧૫માં રિલીઝ થયેલી લોકપ્રિય હંગેરિયન ફિલ્મ ‘લિઝા, ધ ફોક્સ-ફેરી’નું ભારતીય રૂપાંતરણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *