Maharashtra

દીપિકા પાદુકોણ ગ્લોબલ અચીવર્સ અવૉર્ડ મેળવનાર એકમાત્ર ભારતીય બની

મુંબઈ
દીપિકા પાદુકોણ વેરાઈટીની સતત બીજી વાર ઈન્ટરનેશનલ વીમેન ઈમ્પેક્ટ રિપોર્ટમાં પ્રદર્શિત થનાર એકમાત્ર ભારતીય અભિનેત્રી હતી જે દુનિયાભરમાં મનોરંજનમાં મહિલાઓની ઉપલબ્ધિઓની ઉજવણી કરે છે. આ વર્ષોમાં દીપિકાએ પોતાના કામથી વૈશ્વિક પ્રભાવ પેદા કર્યો છે પછી ભલે તે તેમની ચૉઈસ હોય કે તેનુ ફાઉન્ડેશન ‘લિવ લવ લાફપોતાની ગ્લોબલ લોકપ્રિયતા સાબિત કરીને દીપિકા પાદુકોણે એક આંતરરાષ્ટ્રીય મંચ દ્વારા બૉલિવુડમાં સર્વશ્રેષ્ઠ અભિનેત્રી માટે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેમની ઉપલબ્ધિઓ માટે ગ્લોબલ અચીવર્સ અવૉર્ડ ૨૦૨૧ મેળવ્યો છે. આ યાદીમાં બરાક ઓબામાં, જેફ બેજાેસ, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો વગેરે જેવા દુનિયાભરના અન્ય લોકપ્રિય નામ પણ શામેલ છે. ગ્લોબલ અવૉર્ડ, ૨૦૨૧ને આ વર્ષે ૩૦૦૦થી વધુ નામાંકન મળ્યા છે. જ્યૂરી માટે વિજેતાઓને શૉર્ટ લિસ્ટ કરવાનુ મુશ્કેલ હતુ કારણકે બધા નામાંકનો પોતાના ક્ષેત્રોમાં એક સફળ ટ્રેક રેકૉર્ડ બનાવી રહ્યા હતા. દીપિકા પાદુકોણ એક વૈશ્વિક આઈકન છે જે માત્ર પોતાની ફેશન સ્ટેટમેન્ટ માટે નહિ પરંતુ પોતાની ફિલ્મો અને પરફોર્મન્સ સ્કિલ્સ માટે પણ ખૂબ પ્રશંસા મેળવે છે. ભારતમાં સર્વશ્રેષ્ઠ અભિનેત્રી તરીકે ગણાતી દીપિકાએ પોતાની મહેનતથી ઈન્ડસ્ટ્રીમાં પોતાની ખાસ જગ્યા બનાવી છે. વર્ષ ૨૦૧૮માં ટાઈમ મેગેઝીને તેને દુનિયાભરના ૧૦૦ સૌથી પ્રભાવશાળી લોકોમાંની એકનુ નામ આપ્યુ હતુ. આ યાદીમાં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય અભિનેત્રી તે બની હતી. એક વર્ષ બાદ, દીપિકાને માનસિક આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધારવા માટે ૨૬માં વાર્ષિક ક્રિસ્ટલ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવી હતી જેની સાથે તે દાવોસ ૨૦૨૦ વિજેતાઓની યાદીમાં શામેલ થનાર એકમાત્ર ભારતીય અભિનેત્રી બની હતી.

Dipika-padukon-04.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *