Maharashtra

દેવેન્દ્ર ફડણવીસની પત્ની સાથે ઉભેલો શખ્સ ડ્રગ્સ પેડલર છે

મુંબઈ
તાજેતરમાં જ પ્રાપ્ત જાણકારી અનુસાર, નવાબ મલિકે પ્રેસ કોન્ફરન્સ કરીને દેવેન્દ્ર ફડણવીસ પર ગંભીર આરોપો મૂક્યા છે. તેમણે કહ્યું કે, મુંબઈ, મહારાષ્ટ્ર અને ગોવામા ડ્‌ર્ગ્સનો વેપાર દેવેન્દ્ર ફડણવીસની દેખરેખ હેઠળ કરવામાં આવે છે. આવનારા સમયમાં આ બાબતની પણ તપાસ કરવામાં આવશે. બીજેપી સરકારના કાર્યકાળ દરમિયાન દેવેન્દ્ર ફડણવીસના પત્નીએ જે રીવર સોન્ગ બનાવ્યુ હતું તેમાં દેવેન્દ્ર ફડણવીસ અને સુધીર મુનગંટીવારે પણ અભિનય કર્યો હતો. આ ગીતનો ફાઈનાન્સ હેડ જયદીપ રાણા છે, જે ડ્રગ્સ પેડલિંગ કેસમાં જેલમાં બંધ છે.મુંબઈ- મહારાષ્ટ્ર સરકારના કેબિનેટ મંત્રી નવાબ મલિકે સમીર વાનખેડે પછી હવે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસ પર નિશાન સાધ્યું છે. નવાબ મલિકે એક તસવીર શેર કરી છે, જેમાં અમૃતા ફડણવીસ સાથે એક શખ્સ ઉભો છે. નવાબ મલિકે આ તસવીરની સાથે લખ્યું છે કે, આખરે ભારતીય જનતા પાર્ટી અને ડ્રગ પેડલરનું શું કનેક્શન છે? નવાબ મલિકે જે તસવીર શેર કરી છે, તેમાં અમૃતા ફડણવીસ સાથે કથિત રીતે એક ડ્રગ્સ પેડલર ઉભો છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, આ ડ્રગ પેડલરનું નામ જયદીપ ચંદૂલાલ રાણા છે. જૂન ૨૦૨૧માં નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ તેની ધરપકડ કરવામાં આવી હતી. અત્યારે તે જેલમાં છે. હવે આ તસવીરને સોશિયલ મીડિયા પર શેર કરીને પ્રશ્ન પૂછવામાં આવી રહ્યો છે કે આખરે ભારતીય જનતા પાર્ટી અને ડ્રગ્સ માફિયાઓનું શું કનેક્શન છે? નવાબ મલિકે પણ આ તસવીર શેર કરીને કહ્યું કે, આજે આ વિષય પર એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરશે. પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય જતના પાર્ટીના આ પ્રકારના સંબંધો પર ચર્ચા કરીશ. નવાબ મલિકે આરોપ મૂક્યો કે, મુંબઈ હાઈકોર્ટમાં સમીર વાનખેડેએ અરજી દાખલ કરીને મુંબઈ પોલીસ પ્રત્યે અવિશ્વાસ વ્યક્ત કર્યો છે. હવે સમીર વાનખેડેને પોતાની ધરપકડની બીક લાગે છે. નવાબ મલિકે સમીનના પત્ની ક્રાંતિ રેડેકરનો પણ ઉલ્લેખ કર્યો. નવાબ મલિકે સમીર વાનખેડે પર પ્રહાર કરતાં કહ્યું કે, જે પ્રકારે જિનનો જીવ એક પોપટમાં હોય છે, તે જ પ્રકારે સમીર વાનખેડે એક પોપટ જેવા છે અને રાક્ષસી વિચારધારાના લોકો તેનું સમર્થન કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી પણ તેમનું સમર્થન કરી રહી છે. તેમને ડર છે કે જાે સમીર વાનખેડે જેલમાં જતા રહેશે તો તેમની પોલ ખૂલી જશે.

Devendra-Fadnavis-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *