Maharashtra

ધોની અને વિરાટ કોહલીએ હાર્દિક પંડ્યાની ભૂમિકાને લઇને હવે ગંભીરતા પૂર્વક વિચાર શરુ કર્યો

મુંબઈ
હવે હાર્દિક પંડ્યાએ બોલિંગ શરૂ કરી દીધી છે. પરંતુ પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવવા માટે તેણે પોતાને સાબિત કરવો પડશે. અહેવાલો અનુસાર, પંડ્યાનો બોલિંગ ટેસ્ટ શુક્રવારે થશે. જાે પંડ્યા તેમાં પાસ થશે તો જ તે પ્લેઈંગ ઈલેવનનો ભાગ હશે, નહીં તો શાર્દુલ ઠાકુર તેની જગ્યાએ ટીમમાં સામેલ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે ગુરુવારે હાર્દિક પંડ્યાને લઈને એક સમાચાર સામે આવ્યા હતા. જે મુજબ હવે તેની કમર જકડાવાની કોઇ ફરીયાદ નથી. જાે કે, શુક્રવારે તેની ફિટનેસ સાબિત થશે. હાર્દિક પંડ્યાની બોલિંગ ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ નુકસાનકારક રહી છે. ટીમ ઈન્ડિયા પાકિસ્તાન સામે માત્ર ૫ બોલરો સાથે મેદાનમાં ઉતરી હતી. બોલરના ખરાબ દિવસે, તમારે છઠ્ઠા બોલરની જરૂર છે, જે ટીમ ઈન્ડિયા પાસે નથી. જાે શાર્દુલ ઠાકુર ટીમમાં આવે છે, તો તે બોલિંગની સાથે સાથે લોઅર ઓર્ડરનો શ્રેષ્ઠ બેટ્‌સમેન પણ છે. ઠાકુરે ઘણી વખત પોતાની બેટિંગ ક્ષમતા સાબિત કરી છે. આવી સ્થિતિમાં તે પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવવા માટે પ્રબળ દાવેદાર છે. તમને જણાવી દઈએ કે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રવિવારે મેચ છે. આ બંને ટીમો પાકિસ્તાન સામે હારી ગઈ છે અને હવે સેમીફાઈનલની રેસમાં રહેવા માટે બંને માટે મેચ જીતવી ખૂબ જ જરૂરી છે્‌૨૦ વર્લ્‌ડ કપ ૨૦૨૧ માટે જ્યારે ભારતીય ટીમ જાહેર કરવામાં આવી, ત્યારે તેમાં હાર્દિક પંડ્યા નું નામ જાેઈને બધા દંગ રહી ગયા હતા. બધાને લાગ્યું હતુ કે પંડ્યા બોલિંગ કરવા સક્ષમ નથી, તેથી તેના સ્થાને અન્ય કોઈ ઓલરાઉન્ડરની પસંદગી કરવામાં આવશે. પરંતુ ટીમ ઈન્ડિયા મેનેજમેન્ટે તેને ફિનિશર ટીમમાં સામેલ કર્યો હતો. પરંતુ પાકિસ્તાન સામેની હાર બાદ જ હાર્દિક પંડ્યાના રોલ પર ટીમ ઈન્ડિયા ની વિચારસરણી બદલાઈ ગઈ છે. એવા અહેવાલો છે કે હાર્દિક પંડ્યાને હવે સ્પેશિયાલિસ્ટ બેટ્‌સમેન તરીકે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરી શકાશે નહીં. રિપોર્ટ અનુસાર, હવે ટીમ ઈન્ડિયાએ હાર્દિક પંડ્યાને લઈને એક અભિપ્રાય નક્કી કર્યો છે. જે મુજબ હાર્દિક પંડ્યા હવે માત્ર ઓલરાઉન્ડર તરીકે પ્લેઈંગ ઈલેવનનો ભાગ બની શકશે. અગાઉ પંડ્યાને ફિનિશર તરીકે જણાવવામાં આવી રહ્યું હતું અને તેને પાકિસ્તાન સામે તે ભૂમિકા આપવામાં આવી હતી. પરંતુ પાકિસ્તાન સામેની હાર સાથે, તેને હવે બેટ્‌સમેન તરીકે પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળશે નહીં. કદાચ આ જ કારણ છે કે હાર્દિક પંડ્યાએ બોલિંગ શરૂ કરી દીધી છે. માટે જ બુધવારે આયોજિત પ્રેક્ટિસ સેશનમાં તે બોલિંગ કરતો જાેવા મળ્યો હતો. આ પાછળનુ કારણ એ પણ સ્પષ્ટ લાગી રહ્યુ છે કે, ટીમ ઇન્ડીયાના મેંટર એમએસ ધોની અને કેપ્ટન વિરાટ કોહલીએ હાર્દિક પંડ્યાની ભૂમિકાને લઇને હવે ગંભીરતા પૂર્વક વિચાર શરુ કર્યો છે.

Hardik-Pandya-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *