Maharashtra

ધોની સામે હાથ બાંધીને ઉભા રહેલા પાકિસ્તાનના ખેલાડીએ આદર આપ્યો

મુંબઈ
બાબર આઝમ નિશંકા અત્યારે ટોચના બેટસમેનમાં સામેલ છે. કેપ્ટન તરીકે તેમની ટીમે પહેલી વખત વર્લ્‌ડકપમાં ભારતને માત આપી. આઝમની કેપ્ટનશીપમાં જે કારનામું થયું છે તે ૧૯૯૨ વર્લ્‌ડ કપ જીતનાર ઇમરાન ખાનની ટીમ પણ કરી શકી નહોતી. ભારતને હરાવ્યા બાદ બાબરે ધોનીને કેટલાંય પ્રશ્ન કર્યા. તેમાંથી કદાચ તેઓ એ કદાચ એ પણ સમજયું હશે કે તેઓ ગેમને આટલી સારી રીતે કેવી રીતે સમજે છે. અસલ વાત શું થઇ એ તો ધોની, બાબર અને મલિક જ જાણે પરંતુ એટલું નક્કી છે કે ધોનીએ જે પણ કહ્યું હશે તેને પાકિસ્તાની ક્રિકેટર્સ કયારેય ભૂલશે નહીં. ધોનીને ભારતીય ટીમને મેન્ટર બનાવીને ેંછઈ મોકલ્યા છે. જાે કે મેચ બાદ તેઓ પાકિસ્તાની ખેલાડીઓને ટિપ્સ આપતા દેખાયા. કોઇ સિનિયરની જેમ ધોની લગભગ સાવધાનની મુદ્રામાં હતા જ્યારે બાબર, વસીમ, મલિક જેવા પાકિસ્તાની ક્રિકેટર્સન હાથ પાછળ બાંધીને કોઇ નવાનિશાળિયાની જેમ વાતો સાંભળી રહ્યા હતા.વર્લ્‌ડકપમાં ભારતને પહેલી વખત હરાવ્યા બાદ પાકિસ્તાની ખેલાડીઓની ખુશીનો પાર નહોતો. આખી ટીમ જે રીતે સેલિબ્રેટ કરવામાં લાગી હતી તેનાથી સ્વાભાવિક હતું કે તેમના માટે આ જીત વર્લ્‌ડકપ કરતાં પણ વધુ મહત્વ ધરાવતી હતી. ભારત અને પાકિસ્તાનની વચ્ચે કોઇપણ મુકાબલો ખૂબ જ તણાવભર્યો હોય છે. મેચ બાદ જ્યારે ખેલાડી થોડાંક રિલેક્સ થયા તો વાતચીત શરૂ થઇ. એક ખેલાડી જેની પાકિસ્તાની ક્રિકેટર્સની વચ્ચે સૌથી વધુ ડિમાન્ડ હતી તે હવે ઇન્ટરનેશન ક્રિકેટ રમતા નથી. અને તે નામ એટલે મહેન્દ્ર સિંહ ધોની. બાબર આઝમ હોય કે શોએબ મલિક, ઇમાદ વસીમ હોય કે નવા-નવા ફેનબોય બનેલા શહનવાઝ ધાનીપધોની સાથે વાત કરવા બધા જ ઉતાવળા હતા. માહીએ કોઇને પણ નિરાશ કર્યા નહોતા. રવિવાર રાત્રે જે શહનવાઝ ધાનીના ચહેરાની ખુશી છુપાયેલી નહોતી. એક તો તેમની ટીમે પહેલી વખત ભારતને કોઇ વર્લ્‌ડ કપમાં હરાવ્યું હતું. ઉપરતી મહેન્દ્ર સિંહ ધોનીને મળવાની તક મળી. ધોનીએ પોતાના આ પાકિસ્તાની ફેનને નિરાશ કર્યા નહીં. બંનેએ થોડીક વાતચીત કરી અને પછી સાથે તસવીર પણ ખેંચાવી. પ્રેક્ટિસ દરમ્યાન પણ શહનવાઝ ધોનીનું ધ્યાન ખેંચતા દેખાયા હતા.

DHONI-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *