Maharashtra

નાશિકમાં ગેસ કટરથી એટીએમ તોડી ૨૩ લાખની રોક્ડ લઈ ચોરો નાસી ગયા

મુંબઈ
નાશિક જીલ્લામાં છેલ્લા થોડા દિવસોમાં ચોરીનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. તાજેતરમાં નાશિક જીલ્લાના સિન્નર તાલુકાના સદરવાડીમાં અમૂક ચોરટાઓ ગુરુવારે મોડી રાત્રે અહીંની એક ખાનગી બેન્કના એટીએમ સેન્ટર પર ત્રાટક્યા હતા. આ લોકોએ સૌ પ્રથમ એટીએમમાં પ્રવેશી સીસીટીવીના કેબલ કાપી નાંખ્યા હતા. ત્યાર બાદ તેમની સાથે લાવેલ ગેસ કટરની મદદથી એટીએમ મશીનના ટુકડા કર્યાહતા. આ સમય દરમ્યાન તેમણે એટીએમનું શટર બંધ રાખ્યું હતું. એટીએમમાંથી લગભગ ૨૩ લાખ રૃપિયાનો રોકડની ચોરી કરી આ ચોરટાઓ ભાગી છૂટયા હતા અને બહારથી એટીએમનું શટર બંધ કરતા ગયા હતા.નાશિક ગ્રામિણ ના એસ.પી. સચિન પાટીલ એડી.એસ.પી. માધુરી કેદાર સહિતના ઉચ્ચાધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને એટીએમનું નિરીક્ષણ કર્યું હતું. ચોરટાઓએ સીસીટીવીનો કેબલ કાપી ઘટનાને અંજામ આપ્યો અને કોઇ પુરાવા છોડયા નહોતા. જાેકે પોલીસના ફિન્ગર પ્રિન્ટ એક્સપર્ટોએ અહીંથી અમૂક ચોરટાના ફિંગર પ્રિન્ટ મેળવી આગળની તપાસ આદરી છે. આ સાથે જ પોલીસે સીસીટીવીનું ડીવીઆર પણ મેળવી તેની હાર્ડ ડિસ્કની મદદથી ચોરટાઓને પકડી પાડવા વધુ તપાસ આદરી છે.બીજે દિવસે શુક્રવારે દશેરો હોવાથી ઘણાં જણ પૈસા કઢાવવા આવ્યા હતા પણ એટીએમ સેન્ટર બંધ હોવાનું માની પાછા ચાલ્યા ગયા હતા. શુક્રવારે બપોરે એક વ્યક્તિને શંકા જતા તેણે એટીએમનું શટર ઉંચુ કરી જાેતા એટીએમ મશીનના ટુકડા કરવામાં આવ્યા હોવાનું જણાતા તેણે આ વાતની જાણ પોલીસને કરી હતી.નાશિક જીલ્લાના સિન્નરમાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં ચોરટાઓ એક ખાનગી એટીએમ મશીનના ગેસ કટરથી ટુકડા કરી ૨૩ લાખની રોકડ સાથે નાસી છૂટયા હતા. આ ઘટના બાદ પોલીસે ચોરટાઓને પકડી પાડવા સીસીટીવી ના ફૂટેજ મેળવવા સહિતના વિવિધ પ્રયાસ આદર્યા છે.

ATM-thieve-gas-cutter-machine.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *