મુંબઈ
નોરા ફતેહીના આ ડ્રેસની વાત કરીએ તો આ કોઇ સામાન્ય ડ્રેસ નથી. નોરાનો આ ડ્રેસ વિદેશમાં તૈયાર કરાયો છે. તેનું વજન ૧૫ કિલોગ્રામ છે. મીડિયા રિપોર્ટસનું માનીએ તો તેને બનાવામાં અંદાજે ૩ મહિનાનો સમય લાગ્યો છે, તેને પહેરીને મૂવ કરવા ખૂબ જ મુશ્કેલ ટાસ્ક ર્છે ‘ડાન્સ મેરી રાની’ ગીતને ગુરૂ રંધાવા અને ઝહરા એસ ખાને ગાયું છે. તેને રશ્મિ વિરાગે લખ્યું છે અને તનિષ્ક બાગચીએ કંપોઝ કર્યું છે. વીડિયોને બોસ્કો લેસલી માર્ટિંસ દ્વારા ક્યુરેટ, ડિઝાઇન અને નિર્દેશિત કરાયું છે.વીડિયોમાં અભિનેત્રી સ્ટ્રેચર પર સૂતેલી છે. મ્યુઝિક આલ્બમ માટે ‘જળપરી’નો અવતાર લીધો છે અને ટાઇટ કપડામાં અભિનેત્રીને મૂવ કરવું ખૂબ જ મુશ્કેલ થઇ રહ્યું છે. તેના લીધે નોરાને સ્ટ્રેચર પર સૂવાડીને મૂવ કરાવી રહ્યા છે.નોરા ફતેહી પોતાના બોલ્ડ ફોટો અને કાતિલ ડાન્સ મુવ્સના લીધે હંમેશા ચર્ચામાં રહે છે. ડાન્સિંગ ક્વીન નોરા ફતેહી આ વખતે સુપરસ્ટાર સિંગર ગુરૂ રંધાવા સાથે મળીને ફેન્સના હોશ ઉડાવવાની છે. નોરા ગીતમાં ‘જલપરી’ના અવતારમાં જાેવા મળશે. બંને નવા મ્યુઝિક આલ્બમ ‘ડાન્સ મેરી રાની’ ટૂંક સમયમાં રીલીઝ થવાનું છે. જાે કે ‘જળપરી’ બની અભિનેત્રીની હાલત એટલી ખરાબ થઇ ગઇ હતી કે તેને સેટ પરથી લાવવા માટે સ્ટ્રેચરનો સહારો લેવો પડ્યો. નોરાને સ્ટ્રેચર પર સૂતેલી જાેઇ ફેન્સ પણ ચિંતિત થઇ ગયા અને પૂછવા લાગ્યા કે બધું બરાબર છે ને. નોરા ફતેહી પંજાબી સિંગર ગુરૂ રંધાવાની સાથે બીજી વખત સ્ક્રીન શેર કરવા જઇ રહી છે. બંને નવા મ્યુઝિક આલ્બમ ‘ડાન્સ મેરી રાની’ ૨૧ ડિસેમ્બરના રોજ રીલીઝ થવા જઇ રહી છે. પરંતુ ગીત રીલીઝ થતાં પહેલાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. તેને જાેયા બાદ લોકોને નોરાની ચિંતા સતાવા લાગી છે.


