મુંબઈ
ટી૨૦ વર્લ્ડકપમાં નિષ્ફળ રહેલા હાર્દિક પંડ્યાને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. રુતુરાજે શ્રીલંકા સીરીઝ દરમિયાન ભારત તરફથી ડેબ્યુ કર્યું હતું. સિનિયર લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને ઝડપી બોલર મોહમ્મદ સિરાજની ટીમમાં વાપસી થઈ છે. ટી-૨૦ વર્લ્ડ કપના રિઝર્વ ખેલાડીઓમાં સામેલ શ્રેયસ અય્યર, અક્ષર પટેલ અને દીપક ચહરને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. રોહિતની નિમણૂક માત્ર ઔપચારિકતા હતી જ્યારે લોકેશ રાહુલ વાઇસ-કેપ્ટન રહેશે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને પણ આ સીરીઝમાંથી આરામ આપવામાં આવ્યો છે.રોહિત શર્માને ન્યૂઝીલેન્ડ સામેની ભારતીય ્૨૦ ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ભારતીય ્૨૦ ટીમની કેપ્ટન્સી છોડનાર કોહલીને ૧૭ નવેમ્બરથી જયપુરમાં શરૂ થનારી સીરીઝ માટે આરામ આપવામાં આવ્યો છે. રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ કેપ્ટન), રુતુરાજ ગાયકવાડ, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), વેંકટેશ ઐયર, યુઝવેન્દ્ર ચહલ, આર અશ્વિન, અક્ષર પટેલ, આવેશ ખાન, ભુવનેશ્વર કુમાર, દીપક ચહર, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ. ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૧ માં સૌથી વધુ રન બનાવનાર રુતુરાજ ગાયકવાડ અને સૌથી વધુ વિકેટ લેનાર હર્ષલ પટેલનો પણ ભારતની ૧૬ સભ્યોની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ઈજાગ્રસ્ત હાર્દિક પંડ્યાના સંભવિત રિપ્લેસમેન્ટ તરીકે જાેવામાં આવતા ઓલરાઉન્ડર વેંકટેશ અય્યરને પણ ટીમમાં જગ્યા મળી છે. મ્ઝ્રઝ્રૈંએ ૨૩ નવેમ્બર ૨૦૨૧થી શરૂ થનારા દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે ભારત ‘છ’ ટીમની પણ પસંદગી કરી છે. ટીમ પ્રવાસ દરમિયાન ૩ ચાર દિવસીય મેચ રમશે. આ ટીમના કેપ્ટન પ્રિયાંક પંચાલ હશે. પ્રિયાંક પંચાલ (કેપ્ટન), પૃથ્વી શો, અભિમન્યુ ઇશ્વરન, દેવદત્ત પડીક્કલ, સરફરાઝ ખાન, બાબા અપરાજિત, ઉપેન્દ્ર યાદવ (વિકેટકીન), કે ગૌતમ, રાહુલ ચહર, સૌરભ કુમાર, નવદીપ સૈની, ઉમરાન મલિક, ઈશાન પોરેલ, અર્જન નાગવાસવાલા.
