મુંબઈ
એશીયા, યુરોપ અને અમેરિકામાં વ્યાપક એનજીૅ અછતની પરિસિૃથતિએ કોલસા, ગેસ અને વીજળીના ભાવોમાં રેકોર્ડ વૃદ્વિ તાજેતરના સપ્તાહોમાં થઈ છે. ભારતમાં પણ કેટલાક રાજયોમાં પાવરની અછત કોલસાના પુરવઠાની ખેંચના પરિણામ થવા લાગી છે. બીજી તરફ ચાઈનાની સરકારે પાવર-વીજળીના વધતાં ભાવોને અંકુશમાં લેવા કોલસાના ઉત્પાદનમાં વધારો કરવા ખાણધારકોને આદેશો આપ્યા છે. આ દરમિયાન ઉલ્લેખનીય છે કે જૂન ૨૦૨૧માં જ બેંક ઓફ અમેરિકા ગ્લોબલ રિસર્ચ દ્વારા તેના ચાલુ વર્ષ અને આગામી વર્ષ માટે બ્રેન્ટ ક્રૂડના ભાવના લક્ષ્યાંકને વધારીને જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૨માં ઓઈલના પુરવઠા અને માંગ સમતુલા ખોરવાશે અને ઓઈલના ભાવ બ્રેન્ટના બેરલ દીઠ ૧૦૦ ડોલરની સપાટી આંબી જશે. જે આગાહી સાચી પડતી જાેવાઈ રહી છે. ચાઈના સહિતના વૈશ્વિક મોટા દેશોમાં સર્જાયેલી એનજીૅ-પાવર સહિતની કટોકટીના પરિણામે અને કોરોના મહામારીમાંથી બહાર આવેલા દેશોમાં ઔદ્યોગિક, આર્થિક પ્રવૃતિમાં ઝડપી વૃદ્વિ થવા લાગતાં પાવર, ફયુલ સહિત એનજીૅ સ્ત્રોતોની માંગમાં એકાએક મોટો વધારો થતાં ક્રૂડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ આજે બે ડોલરથી વધુ વધીને સાત વર્ષની નવી ઊંચાઈએ પહોંચી ગયા હતા. ન્યુયોર્ક-નાયમેક્ષ ક્રૂડ આજે બે ડોલરથી વધુ વધીને ૮૨ ડોલરની સપાટી કુદાવી ૮૨.૧૮ ડોલરની સાડા સાત વર્ષની ઊંચાઈએ પહોંચી ગયા હતા. જ્યારે બ્રેન્ટ ક્રૂડના બેરલ દીઠ ૮૪ ડોલરની સપાટી કુદાવી બે ડોલરથી વધુ ઉછળીને ૮૪.૫૬ ડોલર સુધી પહોંચ્યા હતા. ક્રૂડ ઓઈલના ઉત્પાદક ઓપેક દેશો દ્વારા તાજેતરમાં મીટિંગમાં ઉત્પાદનમાં વૃદ્વિ કરવાની તેમની યોજના ચાલુ રાખવાના ર્નિણય છતાં ઉત્પાદન વૃદ્વિ અપેક્ષાથી ઓછી કરવાનો ર્નિણય લેવાતાં અને વિશ્વભરમાં કોલસા સહિતના પાવર ઉત્પાદન માટેના સ્ત્રોતોની સર્જાયેલી અછતના પરિણામે ફયુલની માંગમાં વધારો થવા લાગ્યો છે. ક્રૂડ ઉત્પાદક દેશો દ્વારા સપ્લાય નિયંત્રણોના પરિણામે ક્રૂડના ભાવ ફરી વધવા લાગી આજે બ્રેન્ટના ૮૪ ડોલરની સપાટી પાર કરી જઈ ૨.૧૭ ડોલર જેટલા વધીને ૮૪.૫૬ ડોલરની ઊંચાઈએ પહોંચી ગયા હતા. જે ઓકટોબર ૨૦૧૮ બાદની ઊંચી સપાટીએ રહ્યા છે. જ્યારે યુ.એસ. ટેક્સાસ ઈન્ટરમીડિયેટ(ડબ્યુટીઆઈ) ૨.૬૭ ડોલર એટલે કે ૩.૪ ટકા વધીને ૮૨.૧૮ ડોલરની ઊંચાઈએ પહોંચી ગયા હતા. જે વર્ષ ૨૦૧૪ અંતિમ સમયગાળા બાદની સર્વોચ્ચ ઊંચાઈએ પહોંચ્યા છે. મોડી સાંજે ડબલ્યુટીઆઈ નાયમેક્ષ ક્રૂડના ભાવ૧.૭૧ ડોલર વધીને ૮૧.૦૬ ડોલર અને બ્રેન્ટ ક્રૂડના બેરલ દીઠ ૧.૪૫ ડોલર વધીને ૮૩.૮૪ ડોલર બોલાતાં હતા.