મુંબઈ,
ભારતીય ટીમને પાકિસ્તાન સામે હાર્દિક પંડ્યાને બેટ્સમેન તરીકે રમાડવાની ખોટ સહન કરવી પડી હતી. ભારતને મેચમાં છઠ્ઠા બોલરની ખોટ પડી હતી. જાે હાર્દિક પંડ્યા સંપૂર્ણ રીતે ફિટ હોત તો તે બોલિંગમાં પણ યોગદાન આપી શક્યો હોત, પરંતુ તેના રમવાના કારણે ભારતીય ટીમમાં માત્ર પાંચ બોલરો જ બચ્યા હતા. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાની હારનું આ પણ એક મહત્વનું કારણ હતું.ભારતીય ક્રિકેટ ટીમને રવિવારે પાકિસ્તાન સામે ટી -૨૦ વર્લ્ડ કપની પોતાની પ્રથમ મેચમાં ૧૦ વિકેટના માર્જિનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ટોસ હાર્યા બાદ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ ૨૦ ઓવરમાં ૭ વિકેટ ગુમાવીને ૧૫૧ રન બનાવી શકી હતી. વિરાટ કોહલી અને ઋષભ પંત સિવાય અન્ય કોઈ ભારતીય ખેલાડી પાકિસ્તાની બોલરોનો સામનો કરી શક્યા નહોતા. આ પછી જીત માટે ૧૫૨ રનના લક્ષ્યાંકને પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ અને વિકેટકિપર મોહમ્મદ રિઝવાનની ઓપનિંગ જાેડીએ ૧૮.૫ ઓવરમાં વિકેટ ગુમાવ્યા વિના હાંસલ કરી લીધો હતો. રિઝવાન ૭૯* (૫૫) અને બાબર ૬૮* (૫૨) રને અણનમ રહ્યા હતા. આ હારની સાથે જ ભારતીય ક્રિકેટ ટીમની પાકિસ્તાન ક્રિકેટ ટીમ સામે વર્લ્ડ કપમાં ૨૯ વર્ષની જીતનો સિલસિલો સમાપ્ત થઈ ગયો છે. આવી સ્થિતિમાં હારનું કારણ જાણવું જરૂરી બની ગયું છે કે ભારતીય ટીમ પહેલી વખત પાકિસ્તાનને હરાવવામાં કેમ નિષ્ફળ રહી. આવો જાણીએ પાંચ એવા કારણો જેના કારણે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન સામે હારી ગઈ. ડાબોડી ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી ફરી એકવાર ટીમ ઈન્ડિયા માટે મુશ્કેલીનું કારણ બનીને ઉભરી આવ્યો. આવું જ કંઈક ૨૦૧૭ ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પાકિસ્તાન સામે ભારતીય ટીમ સાથે થયું હતું. તે મેચમાં ડાબોડી ફાસ્ટ બોલર મોહમ્મદ આમિર ટીમ ઇન્ડિયા માટે સમસ્યા બની ગયો હતો, આ જ પ્રકારનો દેખાવ રવિવારે શાહીન આફ્રિદીએ તેના ઝડપી સ્વિંગ બોલથી કર્યો હતો. ભારતના ઓપનર બેટ્સમેન રોહિત શર્માએ તેના પહેલા જ બોલ પર શાહીન સામે એલબીડબલ્યુ આઉટ થયો હતો. તે પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. આ પછી શાહીનની બીજી ઓવરના પહેલા બોલ પર કેએલ રાહુલ (દ્ભન્ ઇટ્ઠરેઙ્મ) પણ સ્વિંગ બોલથી બોલ્ડ થયો હતો. આવી સ્થિતિમાં ભારતીય ટીમનો સ્કોર ૨ વિકેટે ૬ રન થઈ ગયો હતો અને બંને ઓપનર માત્ર ૧૩ બોલમાં જ પેવેલિયન પરત ફર્યા હતા. ટીમ ઇન્ડિયાને આ નબળી શરૂઆતનો ભોગ બનવું પડ્યું હતું અને પાવર પ્લેમાં મોટો સ્કોર ઉભો કરી શકી ન હતી. પહેલા ત્રણ વિકેટના લાગેલા આંચકાથી ભારતીય ટીમને વિરાટ કોહલી અને રિષભ પંતની જાેડીએ બચાવી હતી. જે બાદ ત્રુષભે ઝડપી રન બનાવવાનો પ્રયાસ કરતા, તેણે તેની વિકેટ ગુમાવી દીધી હતી. અંતે ફિનિશર તરીકે બેટિંગ કરવા આવેલો હાર્દિક પંડ્યા પોતાનો બેટીગ પાવર બતાવી શક્યો નહોતો અને ૮ બોલમાં માત્ર ૧૧ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. હાર્દિકને બોલ ફટકારવામાં ઘણી તકલીફ પડી રહી હતી. આવી સ્થિતિમાં છેલ્લી ઓવરોમાં તેનું બેટથી રન ના આવવા ટીમ માટે સમસ્યા બની ગઈ અને ભારતીય ટીમ મોટો પડકારજનક સ્કોર બનાવી શકી નહીં. ૧૫૨ રનના ટાર્ગેટનો બચાવ કરતી વખતે ભારતીય પેસ બોલરો ટીમને સફળતા ન અપાવી શક્યા. પાકિસ્તાની બેટ્સમેનોએ સાવધાનીપૂર્વક બેટિંગ કરી અને મેરિટના આધારે ભારતીય બોલરો પર હુમલો કર્યો. મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીને ચોથી ઓવરમાં વિરાટે ઉતાર્યો હતો. પરંતુ રિઝવાન અને બાબરે તેની સામે સાવચેતીપૂર્વક બેટિંગ કરી હતી અને વરુણ ચક્રવર્તી સામે આક્રમક બન્યા નહોતો. પાવરપ્લેમાં પાકિસ્તાને કોઈપણ નુકસાન વિના ૪૩ રન બનાવ્યા હતા. જાે કે ભારતીય ટીમે પાવર પ્લેમાં ૩ વિકેટ ગુમાવીને માત્ર ૩૬ રન બનાવ્યા હતા. વિકેટનો તફાવત મેચના અંતે નિર્ણાયક સાબિત થયો અને તે પછી પાકિસ્તાની ટીમ પર દબાણ ઉભું થઈ શક્યું નહીં. મોહમ્મદ રિઝવાન અને બાબર આઝમની ઓપનિંગ જાેડીએ પોતાનું ઉમદા ફોર્મ ચાલુ રાખ્યું અને ભારતીય બોલરોને ચોમેર ફટકાર્યા. ઇનિંગ્સની ૮ મી ઓવર સુધી તેને ભારતીય બોલરો સામે થોડી તકલીફ પડી હતી પરંતુ જેમ ઝાકળ પડવાનું શરૂ થયું કે તરત જ રિઝવાન અને બાબરે બેટ ખોલીને હુમલો કર્યો. બંનેએ ૧૨.૫ ઓવરમાં કોઈ પણ નુકશાન વિના પાકિસ્તાનને ૧૦૦ રનને પાર પહોંચાડી દીધી હતી. આ પછી મેચ સંપૂર્ણપણે ટીમ ઈન્ડિયાના હાથમાંથી સરકી ગઈ હતી. આ બે બેટ્સમેનો સામે ભારતીય બોલરો સંપૂર્ણપણે લાચાર દેખાતા હતા.
