Maharashtra

પ્રિયંકા ચોપરાની આગામી ફિલ્મના પ્રીમીયરમાં નિક જાેનાસ હાજર ન રહ્યો

મુંબઈ
પ્રિયંકાએ તેની આગામી ફિલ્મ ‘ધ મેટ્રિક્સ ૪’ના પ્રીમિયરમાં ફિલ્મની અન્ય સ્ટારકાસ્ટ સાથે હાજરી આપી હતી. ગ્રીન કાર્પેટ પરથી પસાર થયા પછી, ત્યાં હાજર ધ હોલીવુડ રિપોર્ટરના ક્રિસ ગાર્ડનર સાથે વાત કરી અને તેને નિક જાેનાસના પ્રીમિયરમાં ન આવવાનું કારણ જણાવ્યું. પ્રિયંકાએ તેને કહ્યું કે, નિક આ પ્રીમિયરમાં હાજરી આપવા માંગતો હતો પરંતુ તેની ટૂરમાં હાજરી આપનાર કોઈ વ્યક્તિ કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું, જેના કારણે તે ઈચ્છે છે કે કોઈ સમસ્યા ન થાય. એટલા માટે તે પ્રીમિયરથી દૂર રહ્યો. ધ મેટ્રિક્સ સિરીઝની મોટી પ્રશંસક છે અને દર્શકોને કહ્યું કે, નિક આ ફિલ્મ જાેઈ ચૂક્યો છે. સ્પેશિયલ પ્રીમિયરમાં કીનુ રીવ્સ, કેરી એન મોસ, જાડા પિંકેટ સ્મિથ અને નીલ પેટ્રિક હેરિસ સાથે ઘણી હસ્તીઓ રેડ કાર્પેટ પર ચાલતી જાેવા મળી હતી. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા સતીનું પાત્ર ભજવી રહી છે, જેને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે. ફિલ્મના ટ્રેલરમાં પ્રિયંકા એકદમ અલગ અંદાજમાં જાેવા મળી હતી. આ ફિલ્મમાં કીનુ રીવ્સ અને કેરી-એન મોસ મુખ્ય ભૂમિકામાં છે. આ સાયન્સ ફિક્શન ફિલ્મના ઘણા ચાહકો છે. લાંબા સમય પછી તેનો આગામી ભાગ આવી રહ્યો છે. આ શ્રેણીમાં બનેલી પ્રથમ ફિલ્મને ઓસ્કાર એવોર્ડ પણ મળ્યો છે. આ ફિલ્મ સિરીઝના આગમન પછી, સાયન્સ ફિક્શન ફિલ્મની દુનિયા જ બદલાઈ ગઈ. તેના એક્શન સીન્સને પણ ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. તેનો પહેલો ભાગ ૧૯૯૯, બીજાે ૨૦૦૩, ત્રીજાે પણ ૨૦૦૩માં આવ્યો અને હવે ચોથો ભાગ ૨૨ ડિસેમ્બરે રિલીઝ માટે તૈયાર છે.પ્રિયંકા ચોપરા તેની આગામી હોલીવુડ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેના પાત્રને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. તેની ફિલ્મ પણ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મનો સ્પેશિયલ પ્રીમિયર યોજાયો હતો. જેમાં આ ફિલ્મ સાથે જાેડાયેલી સેલિબ્રિટીઓ સિવાય અન્ય સેલિબ્રિટીઓ સામેલ થઈ હતી, પરંતુ દરેક વ્યક્તિ આશ્ચર્યમાં પડી રહી હતી કે પ્રિયંકાના પતિ નિક જાેનાસ આટલી મહત્વની ફિલ્મના પ્રીમિયરમાં શા માટે હાજર ન રહ્યા. આ મામલે પ્રિયંકાએ પોતાનો જવાબ આપ્યો છે.

Nik-Johns-.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *