Maharashtra

ફરીથી પ્રાકૃતિક સુંદરતા વિશે વાત કરવી જાેઇએ ઃ રાધિકા આપ્ટે

મુંબઈ
એક્ટ્રેસ રાધિકા આપ્ટેએ હાલમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન સેલિબ્રિટી વિશે ખૂલીને વાત કરી અને ફોટોઝ શેર કરનાર પ્લેટફોર્મ પર ફિલ્ટરનો ઉપયોગ નહી કરવાની વાત કરી. રાધિકાએ કહ્યું કે, મને લાગા છે કે લોકોએ સર્જરી કરાવવાની બંધ કરી દેવી જાેઇએ અને ફરીથી પ્રાકૃતિક સુંદરતા વિશે વાત કરવી જાેઇએ. રાધિકાએ આગળ કહ્યું કે, મને લાગે છે કે દરેક જાણે છે કે મેકઅપ વગર મારો ચહેરો કેવો લાગે છે અને તેમાં છુપાવવા માટે કશું જ નથી. ક્યારેક ક્યારેક હું મેકઅપ કરતા કરતા થાકી જાઉ છું પરંતુ બ્રાન્ડ પણ મારાથી કઇક એક્સપેક્ટ કરે છે એટલા માટે હું માત્ર એક જ ફિલ્ટર લગાવું છું કારણ કે તેનાથી મને મેકઅપ કરવાની તસદી નથી લેવી પડતી. સોશિયલ મીડિયા ટ્રોલિંગ અને નેગેટિવિટીનો ભોગ બનવા મુદ્દે વાત કરતા રાધિકાએ કહ્યું કે, સામાન્ય રીતે હું કમેન્ટ્‌સ નથી વાંચતી લોકડાઉનમાં મને એક–બે વખત કમેન્ટ્‌સ વાંચવા મળી ત્યારે હું પરેશાન થઇ ગઇ. એટલા માટે નહી કે તે લોકોએ મને અનકમ્ફર્ટેબલ ફીલ કરાવ્યું પરંતુ એ માટે કે લોકોના દિલમાં કેટલી નફરત અને નેગેટિવિટી છે. આ જાેવું મને ખૂબ પરેશાન કરે છે.

Radhika-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *