Maharashtra

ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનો ૮૭મો જન્મદિવસ ઉજવાયો

મુંબઈ
શ્યામ બેનેગલને તેમની ફિલ્મ માટે ૭ વખત નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ સાથે તેમને પદ્મશ્રી, પદ્મ ભૂષણ અને દાદા સાહેબ ફાળકે એવોર્ડ પણ મળ્યા છે. આજે શ્યામ બેનેગલના જન્મદિવસ પર અમે તમને તેમની ખાસ ફિલ્મો વિશે જણાવીશું. જેના માટે તેણે એવોર્ડ જીત્યો હતો. શબાના આઝમીએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત અંકુરથી કરી હતી. આ ફિલ્મમાં જમીનદારી વ્યવસ્થાના દુષણોને ઊંડી ઘા આપવામાં આવી હતી. શ્યામ બેનેગલે આ ફિલ્મના નિર્દેશનની સાથે તેની વાર્તા પણ લખી હતી. આ ફિલ્મની ખૂબ પ્રશંસા થઈ હતી અને તેણે ઘણા એવોર્ડ પણ જીત્યા હતા. શ્યામ બેનેગલની ફિલ્મ મંથન ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. તે ભારત તરફથી ઓસ્કાર માટે પણ મોકલવામાં આવી હતી. આ ફિલ્મમાં ગ્રામીણ ભારતની વાર્તા બતાવવામાં આવી હતી. ફિલ્મમાં નસીરુદ્દીન શાહ, સ્મિતા પાટિલ અને ગિરીશ કર્નાડ મુખ્ય ભૂમિકામાં જાેવા મળ્યા હતા. શ્યામ બેનેગલની આ ફિલ્મમાં શશિ કપૂર, રેખા અને રાજ બબ્બર મુખ્ય ભૂમિકામાં જાેવા મળ્યા હતા. આ વાર્તા બે ભાઈઓની હતી જેમાં સરકારી લાઇસન્સ અને કોન્ટ્રાક્ટ મેળવવા માટે લડાઈ થાય છે. આ ફિલ્મને ઘણા પુરસ્કારોથી નવાજવામાં આવ્યા હતા. શ્યામ બેનેગલની ફિલ્મ જુનૂન રસ્કિન બોન્ડની અ ફ્લાઈટ ઓફ પીંજન પર આધારિત છે. આ ફિલ્મમાં શબાના આઝમી, નસીરુદ્દીન શાહ, જેનિફર કેન્ડલ, નફીસા અલી મહત્વના રોલમાં જાેવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે શ્યામ બેનેગલે ફિલ્મો સાથે ઘણી ટીવી સિરીઝ પણ બનાવી છે જે સુપરહિટ સાબિત થઈ હતી. તેણે ભારત એક ખોજ જેવી સિરીઝ બનાવી હતી. જે સુપરહિટ સાબિત થઈ હતી. આ સિવાય તેમણે રાજ્યસભા ટીવી માટે સંવિધાન સિરિયલ પણ બનાવી હતી.ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલ (જીરઅટ્ઠદ્બ મ્ીહીખ્તટ્ઠઙ્મ) તેમની ફિલ્મો બનાવવાની રીત અને સિનેમા દ્વારા સમાજની વાસ્તવિકતા દર્શાવવા માટે જાણીતા છે. તેની ફિલ્મોમાં કોઈ મોટા સુપરસ્ટાર નથી. પરંતુ તેની વાર્તા કહેવાની શૈલી દરેકનું દિલ જીતી લે છે. શ્યામ બેનેગલ આજે તેમનો ૮૭મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમનો જન્મ ૧૪ ડિસેમ્બર ૧૯૩૪ના રોજ હૈદરાબાદના ત્રિમુલગેરી વિસ્તારમાં થયો હતો. તેમણે તેમના સારા કામ માટે ઘણા એવોર્ડ જીત્યા છે.

Syam-Benegal-File.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *