નવીમુંબઈ
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધઘટનો સિલસિલો યથાવત છે. બુધવાર બાદ ગુરુવારે પણ કાચા તેલની કિંમતમાં વધારો જાેવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત ૭૫ ડોલર પ્રતિ બેરલની આસપાસ પહોંચી ગઈ છે. આજે ઉ્ૈં ક્રૂડના ભાવ ૭૩.૧૦ ડોલર અને બ્રેન્ટ ક્રૂડના ભાવ ૭૫.૬૭ ડોલર થઈ ગયા છે.પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે ૬ વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા જીસ્જી દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો ઇજીઁ સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી ૯૨૨૪૯૯૨૨૪૯ પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (ૈર્ંંઝ્રન્) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(મ્ઁઝ્રન્) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને ૯૨૨૩૧૧૨૨૨૨ પર એસએમએસ મોકલી શકે છે. ૐઁઝ્રન્ ના ગ્રાહકો ૐઁઁિૈષ્ઠી અને ૯૨૨૨૨૦૧૧૨૨ લખીને જીસ્જી મોકલી શકે છે.દેશની મુખ્ય સરકારી ઓઈલ કંપનીઓએ ગુરુવાર તારીખ ૨૩ ડિસેમ્બર માટે પેટ્રોલ અને ડીઝલના નવા દર જાહેર કર્યા છે. આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. જણાવી દઈએ કે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર થયાને આજે ૫૦ દિવસ થઈ ગયા છે. બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં વધ-ઘટનો સિલસિલો યથાવત છે. કેટલાક દિવસો સુધી સુસ્તી રહ્યા બાદ ફરી છેલ્લા કેટલાક દિવસોથી ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો જાેવા મળી રહ્યો છે. ગુજરાતમાં ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ ૯૫.૩૫ રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત ૮૯.૩૩ રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ ૧૧૬.૩૪ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ ૧૦૦.૫૩ રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.