મુંબઈ
બાબુલ સુપ્રિયોના જન્મદિવસ જાેઈએ તેના ક્યાં ગીતો સુપરહિટ સાબિત થયા છે. હૃતિક રોશનની પ્રથમ ફિલ્મ કહો ના પ્યાર હૈનું દિલ ને દિલ કો પુકારા બાબુલ સુપ્રિયોએ ગાયું છે. આ ગીતમાં બાબુલ સુપ્રિયોના અવાજે હૃતિકના જબરદસ્ત ડાન્સ સાથે કમાલ કરી હતી. આજે પણ આ ગીત ખૂબ જ પસંદ કરવામાં આવે છે. સલમાન ખાન અને અરબાઝ ખાનની હિટ ફિલ્મ હેલો બ્રધરના આ ગીત હટા સાવન કી ઘટાએ તેના સમયમાં ખૂબ જ ધૂમ મચાવી હતી. બાબુલ સુપ્રિયોએ ગાયેલું આ ગીતમાં સલમાન સાથે રાની મુખર્જીની જબરદસ્ત કેમેસ્ટ્રી જાેવા મળી હતી. ખોયા-ખોયા ચાંદ આલ્બમ વર્ષ ૨૦૦૧માં રિલીઝ થયું હતું. આમાં અલકા યાજ્ઞિકે બાબુલ સુપ્રિયો સાથે ગીત ગાયું હતું. આજે પણ આ ગીત સાંભળીને સૂકુન મળે છે. ફિલ્મ સાથ રંગ કે સપને મેં આતી હૈ તો ચલ ગીત અલકા યાજ્ઞિક સાથે બાબુલ સુપ્રિયોએ ગાયું છે. આ ગીતમાં જુહી ચાવલા અને અરવિંદ સ્વામી રોમાન્સ કરતા જાેવા મળ્યા હતા, જેને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૦૪માં રિલીઝ થયેલી ફિલ્મ હમ તુમનું ટાઈટલ ગીત આજે પણ ટોચના રોમેન્ટિક ગીતો પૈકી એક છે. આ ગીતમાં રાની મુખર્જી અને સૈફ અલી ખાનની રોમેન્ટિક કેમિસ્ટ્રીને બાબુલ સુપ્રિયો અને અલકા યાજ્ઞિકે વધુ મજેદાર બનાવી હતી.બાબુલ સુપ્રિયો પ્લેબેક સિંગર, લાઇવ પરફોર્મર, ટેલિવિઝન હોસ્ટ, અભિનેતા અને રાજકારણી છે. બાબુલે ૯૦ના દાયકામાં પ્લેબેક સિંગર તરીકે હિન્દી સિનેમામાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે ઘણી ફિલ્મોમાં ગીતો ગાયા. બાબુલે હિન્દી ઉપરાંત બંગાળી અને ઉડિયા ભાષાઓમાં પણ ગીતો ગાયા છે. આ સિવાય બાબુલોને ૧૧ અલગ-અલગ ભાષાઓમાં ગીતો ગાયા છે. બાબુલે વર્ષ ૨૦૧૪માં ફરી રાજકારણમાં ભાગ લીધો અને પીએમ નરેન્દ્ર મોદીની સરકારમાં જાેડાયા હતા. તેઓ અગાઉ કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલય, આવાસ અને શહેરી ગરીબી નિવારણ મંત્રાલય અને ભારે ઉદ્યોગ અને જાહેર સાહસ મંત્રાલયમાં રાજ્ય મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે. આ પછી બાબુલ સુપ્રિયોએ ભારતીય જનતા પાર્ટી છોડી દીધી અને વર્ષ ૨૦૨૧માં ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીમાં જાેડાઈ ગયા.
